ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દેશી બ્રાન્ડ Mivi ની ધમાકેદાર એન્ટ્રી, ₹11,999 નો શાનદાર 5G સ્માર્ટફોન Mivi One 5G લોન્ચ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / દેશી બ્રાન્ડ Mivi ની ધમાકેદાર એન્ટ્રી, ₹11,999 નો શાનદાર 5G સ્માર્ટફોન Mivi One 5G લોન્ચ

Last Updated: 12:32 AM, 8 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ઓડિયો બ્રાન્ડ Mivi એ પોતાનો પહેલો બજેટ સ્માર્ટફોન 'Mivi One 5G' ભારતીય માર્કેટમાં ઉતાર્યો છે, જેનું વેચાણ Flipkart પર શરૂ થઈ ગયું છે.

1/6

photoStories-logo

1. દેશી બ્રાન્ડ Mivi ની ધમાકેદાર એન્ટ્રી, ₹11,999 નો શાનદાર 5G સ્માર્ટફોન Mivi One 5G લોન્ચ

છેલ્લા એક દાયકાથી ઓડિયો પ્રોડક્ટ્સ જેવા કે ઈયરબડ્સ, સ્પીકર્સ અને સાઉન્ડબાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવનાર સ્વદેશી ટેક બ્રાન્ડ Mivi એ હવે સ્માર્ટફોન માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. કંપનીએ પોતાનો પહેલો બજેટ 5G સ્માર્ટફોન Mivi One 5G લોન્ચ કર્યો છે. Flipkart પર ચાલી રહેલા Big Billion Days સેલ દરમિયાન આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કિંમત

Flipkart પર 8 October થી Flipkart Plus, VIP અને Black મેમ્બર્સ માટે અર્લી એક્સેસ સેલ શરૂ થઈ ગયો છે, જ્યારે તમામ ગ્રાહકો માટે ઓપન સેલ 9 October થી શરૂ થશે. Mivi One 5G ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. 4GB RAM + 128GB સ્ટોરેજ: બૅન્ક અને UPI ઓફર્સ સાથે અસરકારક કિંમત ₹11,999, 6GB RAM + 128GB સ્ટોરેજ: અસરકારક કિંમત ₹13,499, 8GB RAM + 128GB સ્ટોરેજ: ટોપ મોડેલની અસરકારક કિંમત ₹14,999.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. 6000mAh ની દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

બજેટ સેગમેન્ટના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને Mivi એ આ ફોનમાં 6000mAh ની વિશાળ બેટરી આપી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જે ગ્રાહકો આખો દિવસ સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે, વિડિયો જુએ છે કે સોશિયલ મીડિયા વાપરે છે તેમના માટે આ બેટરી બેકઅપ અત્યંત ઉપયોગી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Snapdragon પ્રોસેસર અને Android 16 સોફ્ટવેર

Mivi One 5G માં 4nm પ્રોસેસ પર બનેલું Qualcomm Snapdragon 4 Gen 2 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. AnTuTu બેન્ચમાર્ક પર આ ચિપસેટે આશરે 4.9 લાખનો સ્કોર હાંસલ કર્યો છે. આ સિવાય આ સ્માર્ટફોન સ્ટોક Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે અને કંપનીએ Android 18 સુધીના સોફ્ટવેર અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 120Hz ડિસ્પ્લે અને 50MP AI કેમેરા

ગેમિંગ અને સ્ક્રોલિંગ અનુભવને સુગમ બનાવવા માટે ફોનમાં 6.75 ઈંચની HD+ ડિસ્પ્લે સાથે 120Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. કેમેરા ફ્રન્ટ પર, બેક સાઈડમાં PDAF ટેકનોલોજી સાથે 50MP નો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને સેલ્ફી તેમજ વિડિયો કોલિંગ માટે 8MP નો ફ્રન્ટ કેમેરા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્લિયરટોલ (ClearTalk) ટેકનોલોજી અને Jio ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર્સ

કોલિંગ ક્વોલિટી બહેતર બનાવવા Mivi એ Neural Voice Engine આધારિત ClearTalk ફીચર આપ્યું છે, જે કોલ દરમિયાન આસપાસનો ટ્રાફિક કે પવનનો અવાજ ફિલ્ટર કરીને સ્પષ્ટ અવાજ પહોંચાડે છે. આ ઉપરાંત, યોગ્ય Jio યુઝર્સ માટે 12 મહિનાનું Canva Pro સબ્સ્ક્રિપ્શન, 1 મહિનાનું Hotstar Mobile + Hollywood સબ્સ્ક્રિપ્શન અને 18 મહિના માટે Google Gemini Pro પ્લાન જેવી વધારાની ઓફર્સ પણ જાહેર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MiviOne5G Mivi FlipkartBigBillionDays
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ