બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Minister Hrishikesh Patel reached the affected area of Ahmedabad

ખબરઅંતર / એક્શનમાં સરકાર! મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યાં અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારમાં, પરિસ્થિતિનો મેળવ્યો તાગ

Priyakant

Last Updated: 03:40 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી, રાજ્યના આરોગ્ય મંત્રીએ લીધી અમદાવાદની મુલાકાત

  • અમદાવાદની સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા આરોગ્યમંત્રી
  • ઋષીકેશ પટેલ શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા નીકળ્યા
  • આરોગ્યમંત્રીએ જાણી સ્થાનિકોની સ્થિતિ, લોકો સાથે કરી વાતચીત

અમદાવાદમાં ભારે વરસાદને પગલે જાણજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ બધાની વચ્ચે હવે રાજ્યના આરોગ્ય મંત્રીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ઋષીકેશ પટેલ શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિકોની સ્થિતિ જાણી હતી. ગઇકાલે આવેલા ભારે વરસાદને કારણે પ્રહલાદનગર પાસે ઔડાના તળાવની દિવાલ તૂટી ગઈ હતી. જેને લઈ દિવાલ તૂટતા નજીકના અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા હતા. 

આરોગ્યમંત્રી પહોંચ્યા લોકો વચ્ચે 

અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઇ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ જતા વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એવામાં શહેરના પ્રહલાદનગર રોડ પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા છે. આ તરફ હવે આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ આજે  દેવાસ એપોર્ટમેન્ટની મુલાકાત લઈ લોકો સાથે વાતચીત કરી હતી. 

 

પ્રધાનમંત્રીએ જરૂરી તમામ મદદની આપી ખાતરી 

રવિવારે પડેલા વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં કેડ અને ઢીંચણા સમાણા પાણી ભરાયા હતા ત્યારે વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટૅલિફોનિક વાતચીત કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ  ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત  વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. પ્રધાનમંત્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.

 

હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી 

આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં વલસાડ, નવસારી, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો તા.12 અને 13 જૂલાઇએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. 

 

વરસાદ ન હોય તોય તકલીફ અને પડે તોય તકલીફ : રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદમાં તેમજ સમગ્ર રાજ્ય (Gujarat) માં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મહેસૂલ મંત્રી ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ વરસાદની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'વરસાદને લઇને અમદાવાદની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમને જણાવી દઉં કે જ્યારે અનરાધાર વરસાદ પડે ત્યારે કોઇ પણ શહેર હોય એ પાણી-પાણી થઇ જાય. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. તકલીફ તો પડે, વરસાદ ન હોય તોય તકલીફ પડે અને વરસાદ પડે તોય તકલીફ પડે અને વધારે વરસાદ પડે ત્યારે ઘણીવાર વધારે તકલીફ પડતી હોય છે. પરંતુ તંત્રની ફરજ છે કે તંત્ર સજાગ છે કેમ. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CM સાહેબે પોતે બધાને સૂચના આપી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ