ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / migrants will get benefited by Aayushman Bharat Yojna

નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય! હવે આ લોકોને પણ મળશે આયુષ્યમાન ભારત હેઠળ 5 લાખનો ફ્રી હેલ્થ વીમો

Published By: Kavan

Last Updated: 07:19 PM, 10 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે બુધવારે પોતાની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત વડા પ્રધાન જન આરોગ્ય યોજનામાં પ્રવાસી શ્રમિકોને સમાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ આરોગ્ય વીમાનો લાભ કોઈપણ રાજ્યના પરપ્રાંતિય શ્રમિકોને પણ મળી શકશે.

ADVERTISEMENT

  • કોરોના સંકટ વચ્ચે મોદી સરકારનો મહત્વનો નિર્ણય
  • પ્રવાસી શ્રમિકોને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ ચેપના કારણે ઘરે પાછા ફરવાના પ્રયાસમાં તેઓ સતત ભટકતા રહે છે. તેથી, સરકારે તેમને પણ આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી પ્રવાસી શ્રમિકોને પણ હેલ્થ વિમાનો ફાયદો મળશે જે લૉકડાઉનને કારણે બેરોજગાર થઇ ચૂક્યા છે.

આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને લાભ મળશે

AB-PMJAY લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય ઓથરિટી (NHA)ની છે. NHA હાલમાં તમામ રાજ્યોનો સંપર્ક કરી રહ્યો છે જેથી જરૂરિયાતમંદોને ઓળખી શકાય. એનએચએ આ યોજના હેઠળ આવતા પરપ્રાંતિય મજૂરોને આરોગ્ય વીમા ઇ-કાર્ડ આપશે.

દરેક પરિવારને 5 લાખનું કવર આપવામાં આવે છે 

AB-PMJAY કેશલેસ અને પેપરલેસ આરોગ્ય વીમા યોજના છે. તે દરેક પરિવારને સારવાર અને હોસ્પિટલના ખર્ચ માટે 5 લાખ રૂપિયાનું કવર આપે છે. આ અંતર્ગત, અત્યાર સુધીમાં 10.75 કરોડ પરિવારો એટલે કે 53 કરોડ લોકોને લાભ મળ્યો છે. આ યોજનામાં, ઇ-કાર્ડ જારી કરવામાં આવે છે જેનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aayushman Bharat Yojna Migrants Modi Goverment આયુષ્યમાન ભારત AB-PMJAY

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ