બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 26 ઓગસ્ટે આવશે MGની Hector Tomahawk EV, 530 કિમી રેન્જ સાથે Mahindra XEVને ટક્કર
5 ફોટો ગેલેરી
Last Updated: 11:46 PM, 19 August 2026
1/5
JSW MG Motor India નવી SUV લાવવાની તૈયારીમાં જોડાઈ ગયું છે. કંપનીની આગામી કાર 26 ઓગસ્ટે લોન્ચ થશે, જેમાં કમાલના અનેક ફીચર્સ મળવાની શક્યતા છે. ભારતીય બજારમાં આ SUV કંપનીને પોતાની હાજરી વિસ્તારવામાં મદદ કરશે. આ આગામી MG કાર ગ્લોબલ માર્કેટમાં આવનારી એક કારનું રિબેજ્ડ વર્ઝન હશે.
2/5
3/5
JSW MG 26 ઓગસ્ટે Hector Tomahawk EV લોન્ચ કરશે. આ ઇન્ડોનેશિયામાં મળતી Wuling Aexionનું rebadged વર્ઝન હોઈ શકે છે. કંપની પહેલાં આ કારનું ઓલ-ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે, જ્યારે તેના પ્લગ-ઇન હાઇબ્રિડ વર્ઝનને પછીથી લોન્ચ કરી શકે છે. આ કાર 20 લાખથી 30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ થઈ શકે છે. તેનો સીધો મુકાબલો Kia Carens Clavis EV, Mahindra XEV 9S અને આગામી Tata Safari EV સાથે થશે. એટલે કે બધી 7-સીટર EV સાથે તેનો સ્પર્ધા રહેશે.
4/5
5/5
ગ્લોબલ માર્કેટમાં કારમાં ફ્રન્ટ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર મળે છે, જે 201 HP પાવર અને 310 Nm ટોર્ક આપે છે. તેની ક્લેમ્ડ રેન્જ 530 કિલોમીટરની છે. જ્યારે કારના પ્લગ-ઇન હાઇબ્રિડ અવતારમાં 1.5 લિટરનું એન્જિન અને 20.5 kWhની બેટરીનું સેટઅપ મળે છે. પ્લગ-ઇન હાઇબ્રિડ SUV ફક્ત ઇલેક્ટ્રિક મોડમાં 125 કિલોમીટરનું અંતર કાપી શકશે. જ્યારે પેટ્રોલ એન્જિન સાથે મળીને તેની કમ્બાઈન્ડ રેન્જ 1000 કિલોમીટરથી વધુ હશે. જો ગ્લોબલ માર્કેટના ફીચર્સ જ ભારતમાં આપવામાં આવે તો આ કાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ