બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Meteorological department's rain forecast

હવામાન / વધુ એક વાવાઝોડાનો ખતરો! હવામાન વિભાગે આપ્યું ઍલર્ટ, વરસાદની સાથે પડશે કડકડતી ઠંડી

Dinesh

Last Updated: 10:42 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળાની ખાડી અને અરબ સાગરમાં વાવઝોડાની સિસ્ટમ સક્રિય થતા કેટલાક રાજ્યમાં 18 અને 19 ઓક્ટોબરે વરસાદની સંભાવના

  • હવામાન વિભાગે આપ્યું ઍલર્ટ
  • 18 અને 19 ઓક્ટોબરે વરસાદ શક્યતા
  • દેશના કેટલાક રાજ્યમાં વરસદાની ભીતિ

બંગાળની ખાડીની ઉપરના મંડળમાં એક નવુ વાવાઝોડાનું દબાણનું કેન્દ્ર બની રહ્યું છે. બીજી બાજુ અરબ સાગરમાં પણ કર્ણાટક અને કોંકણ તટ પાસે પણ નવુ વાવઝોડાનું દબાણ સર્જાઈ રહ્યું છે. આ પરિસ્થિતિથીના કારણે દેશના કેટલાક રાજ્યમાં વરસાદ શક્યતા
ભારતના હવામાન વિભાગની માહિતી મુજબ દક્ષિણી-પશ્રિમ ચોમાસાનો વિદાય લઈ રહ્યો છે પરંતુ ત્યા ફરીથી વરસાદની શક્યાતાઓ પણ છે. IMDના માહિતી મુજબ વર્તમાનમાં ચોમાસાની રેખા બિહારના રક્સૌલ, ઝારખંડના ડાલ્ટનગંજ અને મધ્ય પ્રદેશના છિંદવાડા તેમજ મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ ઝારખંડમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી છે.
 
રાંચીના હવામાન વિભાગના અધિકારીનું નિવેદન
રાંચીમાં હવામાન વિભાગના પ્રભારી અભિષેક આનંદે પીટીઆઈ-ભાષાને જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસા 18 જૂને શરૂ થયો હતો અને 12 ઓક્ટોબરે ચોમાસો વિદાય લીધી છે માત્ર બે દિવસ બાદ 14 ઓક્ટોબરે ફરી આગમન થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરહદે આવેલા ગઢવા, પલામુ, હજારીબાગ, ચતરા, લાતેહાર અને કોડરમાં આજે ચોમાસું ફરી પાછું ફર્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં અન્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જોવા મળશે. તેમણે જણાવ્યું કે, બંગાળાની ખાડી પર નીચલા ટ્રોપોસ્ફિયરમાં એક નવું વાવાઝોડાનું દબાણ કેન્દ્ર રચાઈ રહ્યું છે. બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટક અને કોંકણ કિનારે નાનો ટ્રોપોસ્ફિયરમાં નવું ચક્રવાતી દબાણ કેન્દ્ર બની રહ્યું છે. આ બંને  કારણેના કારણે IMDએ આગામી સપ્તાહે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

IMDના બતાવ્યા મુજબ ક્યા ક્યા વરસાદ પડશે?
IMD જણાવ્યા મુજબ કોંકણ, કર્ણાટક, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગંગાના મેદાની વિસ્તાર, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આવતા અઠવાડિયામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આવતા સપ્તાહના મધ્ય સુધીમાં એટલે કે 18 અને 19 ઓક્ટોબરે વરસાદની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે તેના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન વધુ ઘટશે અને ઠંડી વધશે.

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Rain Weather વરસાદની આગાહી હવામાન આગાહી Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ