ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ IPL ફાઈનલને લઈને આવ્યાં માઠા સમાચાર, ક્રિકેટ રસિકો બન્યાં નિરાશ, શું મળશે કોઈ રાહત?

IPL 2026 / અમદાવાદ IPL ફાઈનલને લઈને આવ્યાં માઠા સમાચાર, ક્રિકેટ રસિકો બન્યાં નિરાશ, શું મળશે કોઈ રાહત?

Published By: Vishal Khamar

Last Updated: 03:04 PM, 30 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરના ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

IPL 2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીએ આ ઉત્સાહ પર પાણી ફેરવવાની શક્યતા ઉભી કરી છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી RCB અને GT વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિલન બની શકે છે.

ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આવતીકાલે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. મેચ દરમિયાન ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે મેચના આયોજન પર અસર પડી શકે છે.

4 જૂન સુધી વાતાવરણમાં પલટો જોવા મળી શકે

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આગામી 4 જૂન સુધી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે

હવામાન વિભાગે રાજ્યમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ, 13 દિવસમાં પોલીસે ચાર્જશીટ કરીને સજા અપાવી દીધી

ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે આતુરતા

IPLની સૌથી મહત્વપૂર્ણ ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે આતુરતા છે. જોકે વરસાદની સંભાવનાને કારણે ચાહકોની ચિંતા પણ વધી છે. હવે સૌની નજર હવામાન પર ટકેલી છે કે મેચ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ થશે કે નહીં. ક્રિકેટરસિકો આશા રાખી રહ્યા છે કે વરસાદી વિઘ્ન વગર તેમને રોમાંચક ફાઈનલ મેચનો આનંદ માણવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 IPL IPL Final Match

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ