ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ, 13 દિવસમાં પોલીસે ચાર્જશીટ કરીને સજા અપાવી દીધી
Last Updated: 02:33 PM, 30 May 2026
ADVERTISEMENT
ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના જઘન્ય કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવી તેના જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિત બાળકીના પુનર્વસન અને સહાય માટે ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસે આરોપીની ધરપકડ કરી
આ કેસે સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ અને ચિંતા પેદા કરી હતી. ઘટનાની તપાસ દરમિયાન ગાંધીનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓના આધારે કોર્ટ સમક્ષ કેસ રજૂ કર્યો હતો.
ADVERTISEMENT

બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ADVERTISEMENT
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, 15 ડિસેમ્બર, 2025ની રાત્રે આરોપીએ સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં આવેલા બાળકીના ઘરની અગાઉથી રેકી કરી હતી. ત્યારબાદ તે ઘરમાં ઘૂસી સૂતેલી બાળકીનું અપહરણ કરીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ બાળકી મૃત હોવાનું માની આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ADVERTISEMENT
સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ઘટનાની જાણ થતાં જ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ભારતીય ન્યાય સંહિતા, 2023 તથા પોક્સો એક્ટ, 2012ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી હતી. ત્યારબાદ બિહારનો વતની અને સેક્ટર-25 GIDCમાં મજૂરી કામ કરતો રામનીત યાદવ ઝડપાઈ ગયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ '50 લાખની જમીનના 1 લાખ'રાજકોટમાં કિંમતી જમીન પાણીના ભાવે આંચકી લેતા ખેડૂતોમાં ઉગ્ર રોષ, વધુ વળતરની માંગ
કોર્ટના આ ચુકાદાને બાળકી અને તેના પરિવાર માટે ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક કાર્યવાહી અંગે પણ આ ચુકાદો એક મજબૂત સંદેશ આપતો હોવાનું કાનૂની નિષ્ણાતોનું માનવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો