બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Meta marketcap jumped to 150 arab dollars in just 15 minutes after declaring the december quarter results on thursday

બજાર / 15 જ મિનિટમાં મુકેશ અંબાણીની કુલ નેટવર્થ કરતાં વધુ કમાણી! માત્ર એક એલાનથી કંપનીને બખ્ખે બખ્ખાં

Published By: Vaidehi

Last Updated: 04:59 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકની પેરેંટ કંપની મેટા પ્લેટફોર્મ્સનાં શેરોમાં ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન 14%ની તેજી જોવા મળી. 15 મિનિટમાં માર્કેટ કેપ 130 અરબ ડોલર વધી ગયું.

  • મેટા પ્લેટફોર્મ્સનું માર્કેટમાં જોરદાર રિઝલ્ટ
  • ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેરોમાં 14%ની તેજી આવી
  • 15 મિનિટમાં માર્કેટ કેપ 130 અરબ ડોલર વધ્યું

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરેંટ કંપની મેટા પ્લેટફોર્મ્સનાં શેરોમાં ગુરુવારે 14%ની તેજી જોવા મળી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનાં પ્રોફિટમાં 200%થી વધારેનાં વધારાની સાથે 14 અરબ ડોલર રહ્યો. આ બજારનાં અનુમાનથી ઘણું વધારે છે.  ટ્રેડિંગ દરમિયાન કંપનીની સેલ પર 25% તેજીની સાથે 40 અરબ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ગુરવારે ડિસેમ્બર મહિનાનાં રિઝલ્ટની ઘોષણા થતાંની સાથે આજે કંપનીનાં શેરોમાં પણ ભારે તેજી જોવા મળી. આશરે 15 મિનિટમાં કંપનીનું માર્કેટ કેપ 150 અરબ ડોલર વધી ગયું. આ ભારત અને એશિયાની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ નેટવર્થથી પણ વધારે છે. બ્લૂમબર્ગ બિલિયનર ઈંડેક્સ અનુસાર અંબાણીની નેટવર્થ 106 અરબ ડોલર છે.

માર્કેટ કેપ 1.1 ટ્રિલિયન ડોલર
માર્ક ઝુકેરબર્ગની કંપની મેટા પ્લેટફોર્મ્સનાં શેર ઓક્ટોબર 2022નાં નીચલા સ્તરથી 400%નાં ઊછાળા પર રહી ચૂક્યું છે. ગુરુવારની તેજી બાદ કંપનીનું માર્કેટ કેપ 1.1 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું હતું.  મેટા હજુ દુનિયાની સાતમી સૌથી વેલ્યૂએબલ કંપની છે. માઈક્રોસોફ્ટ 3 ટ્રિલિયન ડોલરની સાથે દુનિયાની સૌથી વેલ્યૂએબલ કંપની છે.  Iphone બનાવનારી એપલ કંપની દ્વિતીય સ્થાન પર છે. સાઉદી અરામકો તૃતિય, જ્યારે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ચોથા સ્થાન પર છે.

વધુ વાંચો: Paytm કરો ચાલુ જ રહેશે, ચિંતા ના કરશો...: કંપનીના ફાઉન્ડર વિજય શર્માએ કર્યું એલાન

ડિવિડેંડ આપવાની ઘોષણા
કંપનીએ પહેલીવાર પોતાના રોકાણકારો માટે ડિવિડેંડ આપવાની પણ ઘોષણા કરી છે. પ્રતિ શેર 0.50 ડોલર ડિવિડેંડ આપવામાં આવશે અને એ માટે રેકોર્ડ ડેટ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. કંપનીએ સાથે જ 50 અરબ ડોલરનાં શેર બાયબેક કરવાની પણ ઘોષણા કરી છે. ગતવર્ષે કંપનીનું પ્રોફિટ 69% તેજીની સાથે 39 અરબ ડોલર રહ્યું. છેલ્લાં એકવર્ષમાં કંપનીનાં શેર 109% વધી ચૂક્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

market cap meta share market માર્કેટ કેપ મેટા શેરમાર્કેટ Meta Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ