ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે તમે જે વિચારશો તે ટાઇપ થઇ જશે! જાણો શું છે મેટાની નવી બ્રેઈન-ટાઈપિંગ AI ટેકનોલોજી

ટેક્નોલોજી / હવે તમે જે વિચારશો તે ટાઇપ થઇ જશે! જાણો શું છે મેટાની નવી બ્રેઈન-ટાઈપિંગ AI ટેકનોલોજી

Last Updated: 01:54 PM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ડિજિટલ દુનિયામાં રોજ નવી ટેકનોલોજી સામે આવે છે. ત્યારે તમને પણ એવો વિચાર તો આવ્યો જ હશે ક્યારેક કે ખાસ તમે જે વિચારો એ વસ્તુ આપમેળે ટાઈપ થઈ જે. તો ઘણા વર્ષોના સંશોધન પછી કંપનીએ આ દિશામાં પ્રગતિ કરી છે. અને હવે તમે જે વિચારો તે ટાઈપ થઈ જશે. જાણો કેવી રીતે.

ADVERTISEMENT

વર્ષ 2017 માં ફેસબુકે એક અનોખો વિચાર રજૂ કર્યો હતો. કંપનીના મતે એવી મગજ વાંચન પ્રણાલી હોવી જોઈએ જે ફક્ત વિચારીને જ ટાઇપ કરી શકે. ઘણા વર્ષોના સંશોધન પછી કંપનીએ આ દિશામાં પ્રગતિ કરી છે. જોકે, આ ટેકનોલોજી હજુ સુધી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી. મેટાની ટેકનોલોજી મગજની પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવા અને વ્યક્તિ કયો અક્ષર લખી રહી છે તેની આગાહી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ન્યુરોસાયન્સનો ઉપયોગ કરે છે. પરંતુ આમાં પણ એક સમસ્યા છે. ખરેખર આ આખી સિસ્ટમ એક મોટા અને મોંઘા સાધનો પર આધારિત છે. ઉપરાંત તેનો ઉપયોગ ફક્ત કંટ્રોલડ એક્સપિરિમેન્ટ રૂમમાં જ થઈ શકે છે.

MIT ટેકનોલોજી રિવ્યુ અનુસાર આ ટેકનોલોજી મેગ્નેટોએન્સેફાલોગ્રાફી (MEG) મશીનનો ઉપયોગ કરે છે. જે મગજની નાનીમાં નાની પ્રવૃત્તિઓને પણ ચુંબકીય સંકેતો દ્વારા મશીનમાં મોકલે છે. આ મશીન ખૂબ જ સંવેદનશીલ છે.

સામાન્ય લોકો માટે હજુ સુધી ઉપલબ્ધ નથી

આપણા બધા માટે ખરેખર આ એક સ્વપ્ન સમાન છે કે આપણે જે વિચારીએ તે તેની જાતે જ લખાઈ જાય તો આપનો ઘણો સમય બચી શકે અબને કમ્યુનિકેશનના ફિલ્ડમાં એક અનોખી સિધડી ગણાવી હસકાય. જો કે હાલ આ સીસીતમ પર ભલે રિસર્ચ થઈ રહયું હોય અને ભલે આ ટેકનોલોજી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક મોટી સિદ્ધિ છે છતાં તેને લોકો માટે ઉપયોગમાં લેતા હજુ ઘણો સમય લાગશે. આ પાછળ ઘણા કારણો છે.

વધુ વાંચો: ભૂલથી પણ આવાં લોકોએ પપૈયું ન ખાવું જોઇએ, કારણ હેલ્થને થઇ શકે છે આડઅસર

ખર્ચાળ અને જટિલ સાધન

MEG મશીનનું વજન અડધો ટન છે અને તેની કિંમત લગભગ $2 મિલિયન (રૂ. 16 કરોડ) છે. એટલા માટે આ પણ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવી શકાતું નથી. આ ઉપરાંત આ મશીનનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ એકદમ સ્થિર બેસવું પડશે કારણ કે થોડી પણ હિલચાલ મગજના સંદેશાઓ ખોટા બનાવી શકે છે. મેટા સંશોધક જીન-રેમી કિંગ અને તેમની ટીમ આ ટેકનોલોજીને ઉત્પાદનમાં વિકસાવવાને બદલે મગજમાં ભાષાની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

META AI BRAIN TYPING AI TECHNOLOGY
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ