ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / mercury transit 19 october 2023 in libra will change fate and increase bank balance of 3 zodiacs

ગ્રહ ગોચર / નોકરીમાં પ્રમોશન-પગાર વધારો, નસીબ આપશે સાથ, પરિવારમાં શાંતિ: તુલા-કુંભ સહિત આ રાશિના જાતકોને લાભ અપાવશે બુધનું ગોચર

Published By: Parth

Last Updated: 11:22 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercury Transit in Libra 2023 : 19 ઓક્ટોબરે બુધ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેની અસર કર્ક, કુંભ અને તુલા રાશિના જાતકો પર પડશે.

ADVERTISEMENT

બુધ ગ્રહ વેપાર, બુદ્ધિ, શેર બજાર અને વાણીના કારક છે. જેની રાશિમાં બુધ શુભ હોય તે જાતક મોટો કારોબારી બને છે અને બોલવામાં ચપળ હોય છે. 19 ઓક્ટોબરે બુધ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આટલું જ નહીં નક્ષત્રમાં પણ પરિવર્તન થવાનું છે. બુધ ગ્રહ 22 ઓક્ટોબરે સ્વાતિ નક્ષત્ર અને 31 ઓક્ટોબરે વિશાખા પણ પ્રવેશ કરશે. બાદમાં બુધ નવેમ્બરની છઠ્ઠી તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે 3 રાશિના જાતકોને અતિશુભ પરિણામ મળવાના છે. ધન લાભથી લઈને નોકરીમાં ફાયદો પણ થઈ શકે છે. 

કર્ક: 
આ રાશિના જાતકો તો દિવાળી પહેલા જ દિવાળી ઉજવી લેશે. વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ. કોઈ પણ સારું કામ કરશો તો નસીબ આપશે સાથ. કોઈ પણ જગ્યાએથી ધનલાભ થઈ શકે છે. જમીનથી જોડાયેલા કામોમાં મળશે લાભ. નોકરી કરતાં લોકો માટે પ્રમોશનની ગુડ ન્યૂઝ મળી શકે. 

તુલા:
આ રાશિના જાતકો માટે પણ બુધ ગુડ ન્યૂઝ લઈને આવશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે. જીવનમાં સુખ અને સુવિધા વધશે. નવી જગ્યાએથી આવક થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ વધુ સારા થશે.  કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. 

કુંભ:
આ રાશિના જાતકોનું નસીબ સાથ આપશે. રોકાયેલા કામો ફટાફટ થઈ જશે અને તમારા પૈસા ક્યાંય ફસાયા હોય તો હવે તેમાંથી રાહત મળી જશે. નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધી શકે છે, સાથે સાથે નવી નોકરીના પણ યોગ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mercury transits Rashifal mercury transit Mercury Transit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ