બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હેકર્સના નિશાને કરોડો સ્માર્ટફોન, મિડિયાટેક ચિપમાં મોટી ખામી
Last Updated: 09:40 AM, 14 March 2026
જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો તો તમારા માટે મોટું જોખમ બની શકે છે. રિસર્ચર્સે મિડિયાટેકના એન્ડ્રોઇડ ચિપસેટમાં એક સુરક્ષા ખામી શોધી છે જેના કારણે યુઝરનો ડેટા ચોરી થઈ શકે છે. આ કારણે મિડિયાટેક ચિપસેટ વાપરતા કરોડો એન્ડ્રોઇડ ફોન હેકર્સના નિશાને આવી ગયા છે. આ ખામીના કારણે હેકર્સ માત્ર એક સરળ USB કનેક્શનથી યુઝરના ફોનમાંથી સુરક્ષિત ડેટા ડિક્રિપ્ટ કરી શકે છે, ભલે ફોન બંધ જ કેમ ન હોય.
ADVERTISEMENT
એક દાવા પ્રમાણે આ સુરક્ષા ખામીના કારણે કરોડો સ્માર્ટફોન જોખમમાં આવી શકે છે. રિસર્ચમાં આ ખામીનો ટેસ્ટ CMF Phone 1 પર કર્યો હતો જેમાં MediaTek Dimensity 7300 ચિપસેટ છે. પરીક્ષણ દરમિયાન રિસર્ચર્સ માત્ર લગભગ 45 સેકન્ડમાં તે પણ ફોન બંધ હોવા છતાં ફોનની સુરક્ષા બાયપાસ કરીને અંદરની માહિતી મેળવી શક્યા. તેઓ ફોનની ડિક્રિપ્ટ થયેલી સ્ટોરેજ સુધી પણ સરળતાથી પહોંચી શક્યા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ iQOO Z11x 5G: 7200mAh બેટરી સાથે લોન્ચ થયો આ ફોન, આ રીતે મળશે 2000નું ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
આ ખામીનો ફાયદો ઉઠાવવા માટે હેકર્સને ફોનમાં મલવેર ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર નથી. તેમને ફક્ત થોડા સેકન્ડ માટે ફોનને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવો પડે છે અને પછી તેઓ ફોનમાંથી પિન, પાસવર્ડ સહિત મહત્વની માહિતી ચોરી શકે છે.
દુનિયાભરના યુઝર્સ માટે આ ખામી જોખમરૂપ બની શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ દુનિયામાં લગભગ 25 ટકા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં MediaTekના પ્રોસેસર લાગેલા છે, એટલે કે લગભગ દરેક ચોથો એન્ડ્રોઇડ ફોન આ ખામીથી પ્રભાવિત થઈ શકે છે. કંપનીને પણ આ ખામી વિશે ખબર છે અને તેણે તેના માટે સિક્યુરિટી પેચ બહાર પાડ્યો છે. કંપનીએ બધા યુઝર્સને પોતાનો ફોન તરત અપડેટ કરવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.