બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iQOO Z11x 5G: 7200mAh બેટરી સાથે લોન્ચ થયો આ ફોન, આ રીતે મળશે 2000નું ડિસ્કાઉન્ટ

ટેક / iQOO Z11x 5G: 7200mAh બેટરી સાથે લોન્ચ થયો આ ફોન, આ રીતે મળશે 2000નું ડિસ્કાઉન્ટ

Published By: Nirav Kumar

Last Updated: 03:00 AM, 13 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં iQOO Z11x 5G લોન્ચ કરાયો છે. આ ફોન realme P4 5G, Redmi 15 5G, Infinix GT 30 5G+ અને Motorola G96 5G જેવા મોડેલો સાથે કોમ્પીટીશન કરશે.

iQOO Z11x 5G ભારતમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે, જે ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ અને બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેના મુખ્ય ફીચર્સમાં મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર, 7200mAh બેટરી અને 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર આવે છે. આ ડ્યુઅલ-સિમ ફોનને બે વર્ષ માટે OS અપગ્રેડ અને ચાર વર્ષ માટે સિક્યુરિટી અપડેટ્સ મળશે. જેમાં કંપનીનો દાવો છે કે તેને ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્ટ માટે IP68 અને IP69+ રેટિંગ આપવામાં આવ્યું છે.

  • કિંમત કેટલી?
    iQOO સ્માર્ટફોનના 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે, જ્યારે 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે. 8GB RAM અને 256GB સ્ટોરેજવાળા ટોપ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. ફોન ખરીદતી વખતે તમને Axis Bank અને SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવા પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
vtv app promotion

આ ફોન 16 માર્ચે બપોરે 12 વાગ્યાથી એમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. તમે આ ફોનને પ્રિઝમેટિક ગ્રીન અને ટાઇટન બ્લેક કલરમાં ખરીદી શકશો. સ્પર્ધાની દ્રષ્ટિએ, iQOO બ્રાન્ડનો આ લેટેસ્ટ ફોન realme P4 5G, Redmi 15 5G, Infinix GT 30 5G+ અને Motorola G96 5G જેવા મોડેલો સાથે સ્પર્ધા કરશે.

  • iQOO Z11x 5G સ્પેસિફિકેશન
    આ ફોનમાં 6.76-ઇંચની LCD સ્ક્રીન આવે છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટ અને 1200 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. તેમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે આ ફોન 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ટર્બો પ્રોસેસર દ્વારા ચાલે છે. આ ફોનમાં 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આવે છે. સેલ્ફી માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે.

વધું વાંચો : મચી લૂંટ! ₹ 12,009 સસ્તો થયો આ મોટો ફોટો, 50MP હાઈ રિઝોલ્યુશન કેમેરા, 7 વર્ષ રહેશે નવો

બેટરીની વાત કરીએ તો આ ફોનમાં 7200mAh બેટરી આવે છે જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન 5G, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, 4G LTE, USB ટાઇપ-C પોર્ટ, બ્લૂટૂથ 5.4, GPS, GLONASS અને QZSS ને સપોર્ટ કરે છે. તો તેની સિક્યુરિટી માટે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Consumer iQOO Z11x 5G New Launched

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ