ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / mayaabhai ahir fb video controversial statement on morari bapu nilkanth issue gujarat ahmedabad news

નિલકંઠ વિવાદ / Video: માયાભાઈએ પણ મોરારી બાપુનો પક્ષ લઈ મેદાને ઝુકાવ્યું

Published By: Krupa

Last Updated: 02:18 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરારીબાપુનો નિલકંઠ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. માયાભાઈ આહિરે પણ મોરારીબાપુનો પક્ષ લઈને વિવાદમાં ઝુકાવ્યુ છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે તે ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

શું કહ્યુ માયા ભાઈએ?
બાપુએ મૌન હોવા છતા કહેવડાવ્યુ કે તેમણે કોઈની લાગણી દુભાવી નથી. માફી ઈચ્છુ છું. સ્વામીનારાયણ સંસ્કૃત પર્વમાં જઈને માફી માંગી તેમ છતાં સ્વામીનારાણના સ્વામીઓ મોંફાટ બોલે છે. વળી બાપુને વિવેક શીખવાડવાનું કહે છે. 
બગસરાના સ્વામી બોલ્યા કે, મોરારીબાપુ સ્ટેજ ઉપરથી લોકો તાળીઓ પાડે એવું જ બોલે છે. એક કલાકાર દારુ પીને સ્ટેજ ઉપર હોય તોય દર્શકો તાળીઓ પાડે. હું એમને કહેવા માંગુ છું કે, તમારા ગુરુ તમારા માટે ભગવાન તો બાપુ પણ અમારા ગુરુ છે. તમે તમારા ગુરુનું માન જાળવો તો બીજાના ગુરુનું માન પણ જાળવો. સત્ય દેખાતુ હોય તેનો સ્વીકાર કરો. નીલકંઠ વરણી શબ્દ વપરાયો નથી પણ  લાડુડી અંગે એમ કહેવાયુ કે આજકાલના સંપ્રદાય લાડુડીની લોભામણી લાલચ આપી ભક્તોને છેતરી રહ્યા છે ? તો શું સ્વામીનારાયણ શબ્દ આજકાલનો છે અને તે લાડુડીની લોભામણી જાળ આપે છે ભક્તોને? 

શું છે વિવાદ ?
જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા છે. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.

અભિષેક કોના ઉપર હોય? 
જેણે ઝેર પીધુ હોય તેના ઉપર અભિષેક થાય. મોરારી બાપુ જે કથા કરી રહ્યા હતા તે કથાનું નામ હતુ 'માનસ રૂદ્રાભિષેક' નવ દિવસની આ કથામાં બાપુએ લાડુડી શબ્દ વાપર્યો હતો.  
 
'લાડુડી'ની લોભામણી લાલચ
લાડુડી કોઈ સ્વામીનારાયણ શબ્દ નથી. લાડુડીની લાલચે આજકાલના ગુરુઓ છેતરી રહ્યા છે તેમ કહી લાડુડીને ભક્તોને લોભાવવાની જાળ કહી હતી. 
નીલકંઠ એટલે શું?
નીલકંઠ એટલે જેણે ઝેર પીધુ હોય. અને તે ઝેરને પોતાના કંઠમાં ધારણ કર્યુ હોય. હળાહળ ધારણ કરનારને નીલકંઠ કહેવાય. 
નીલકંઠ વર્ણી એટલે શું?
નીલકંઠ વર્ણી એટલે જેનો રંગ હરિયાળો હોય તે, સંત હંમેશા હરિયાળા હોય એટલે ઘનશ્યામ મહારાજ નીલકંઠ કહેવાયા. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Nilkanth Vivad morari bapu નિલકંઠ વિવાદ સ્વામિનારાયણ Nilkanth controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ