બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Match fixing again in cricket The IPL player said I feel ashamed linked with Team India

સ્પોર્ટ્સ / ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગ? IPLના ખેલાડીએ કહ્યું 'મને તો શરમ આવે છે...', એક તો ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલ હોવાનો દાવો

Published By: Megha

Last Updated: 10:00 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2008ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર મોહમ્મડન સ્પોર્ટિંગ અને ટાઉન ક્લબ વચ્ચેની મેચનો વીડિયો શેર કરીને મેચ ફિક્સિંગનો આરપો લગાવ્યો હતો.

વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ની ફર્સ્ટ ક્લાસ લીગ મેચ દરમિયાન જે રીતે કેટલાક ખેલાડીઓને આઉટ કરવામાં આવ્યા હતા, તેનાથી મેચ ફિક્સ હોય તેવું લાગી રહ્યું હતું. 

2008ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર મોહમ્મડન સ્પોર્ટિંગ અને ટાઉન ક્લબ વચ્ચેની મેચનો વીડિયો શેર કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે મોહમ્મડન સ્પોર્ટિંગના બેટ્સમેનો ટાઉન ક્લબને જીતવામાં મદદ કરવા માટે જાણી જોઈને આઉટ થઈ રહ્યા હતા.આ ક્લબ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મેનેજર દેબબ્રત દાસ સાથે સંકળાયેલી છે, જેઓ હાલમાં CAB ના સચિવ છે. 2022માં ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન દાસ ભારતીય ટીમના વહીવટી મેનેજર હતા.

આ વિશે સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરતા ગોસ્વામીએ લખ્યું, "આ કોલકાતા ક્લબ ક્રિકેટમાં સુપર ડિવિઝન મેચ છે, 2 મોટી ટીમો આ કરી રહી છે, કોઈ અંદાજો છે કે અહીં શું થઈ રહ્યું છે? મને શરમ આવે છે કે મેં એક એવી રમત રમી જે મારા દિલની ખૂબ નજીક છે. મને ક્રિકેટ ગમે છે અને મને બંગાળમાં રમવું ગમે છે, પરંતુ આ જોઈને મારું દિલ તૂટી ગયું. ક્લબ ક્રિકેટ એ બંગાળ ક્રિકેટનું હૃદય અને આત્મા છે, કૃપા કરીને તેને નષ્ટ કરશો નહીં. મને લાગે છે કે તેને 'વેક અપ' ક્રિકેટ કહેવામાં આવે છે. હવે મીડિયા ક્યાં છે?

અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક ક્રિકેટર બોલને સીધો વિકેટ પર છોડીને આઉટ થતો જોવા મળી રહ્યો છે. અન્ય એક વિડિયોમાં અન્ય એક ડાબોડી બેટ્સમેન બોલને વિકેટની બહાર આવીને બોલને મારવાના પ્રયાસમાં સ્ટમ્પ આઉટ થતો જોવા મળે છે.

જો આપણે વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે 2009 થી 2022 સુધી બંગાળ માટે સ્થાનિક ક્રિકેટ રમી છે. ગોસ્વામીએ 61 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 32.46ની એવરેજથી 3019 રન બનાવ્યા છે. શ્રીવત્સ ગોસ્વામીએ 4 સદી અને 17 અડધી સદી ફટકારી છે. એમને 2023માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. 

વધુ વાંચો: મહિલા ક્રિકેટને લઇ BCCIનો મોટો નિર્ણય, ટૂંક સમયમાં ટૂર્નામેન્ટનું કરાશે વિશેષ આયોજન, જાણો ક્યાં

2008માં IPLની પ્રથમ સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં હતો. ત્યારબાદ તેને ઇમર્જિંગ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા હતા. ગોસ્વામીએ IPLમાં કુલ 31 મેચ રમી હતી. ગોસ્વામી 2008માં અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા જેનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Association of Bengal Match Fixing Video Shreevats Goswami Shreevats Goswami News ક્રિકેટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ મેચ ફિક્સિંગ શ્રીવત્સ ગોસ્વામી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ