બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCI big decision regarding women cricket, special tournament will be organized soon
BCCI: ભારતીય ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે અને દેશના લગભગ લોકો આ રમતના ચાહક છે. એ વાત તો જાણીતી જ છે કે ભારતીય ખેલાડીઓએ ટીમ ઈન્ડિયામાં આવવા માટે લેવલ પાર કરવા પદે છે. ભારતમાં પુરૂષ ક્રિકેટ ઘણું આગળ આવી ગયું છે પરંતુ મહિલા ક્રિકેટ થોડું પાછળ રહી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT

એ વાત તો જાણીતી જ છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજ સુધી આઈસીસીનો કોઈ ખિતાબ જીતી શકી નથી. આ જ કારણ છે કે BCCI મહિલા ક્રિકેટને લઈને ઘણું કરી રહ્યું છે. એવામાં હવે બીસીસીઆઈએ નવી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ભારતમાં મહિલા ક્રિકેટ વધુ આગળ વધી શકે.
ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 29 માર્ચથી પુણેમાં મલ્ટી-ડે મહિલા ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ મેગા ટુર્નામેન્ટમાં લગભગ છ ટીમો ભાગ લેશે. આ ટીમોને પ્રદેશોના આધારે વિભાજિત કરવામાં આવી છે. તેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય અને ઉત્તરપૂર્વની ટીમો ભાગ લેશે. આ પાંચ મેચની સીરિઝ હશે જે 29 માર્ચથી શરૂ થવાની છે. ક્વાર્ટર મેચો 29, 30 અને 31 માર્ચે યોજાશે.
ADVERTISEMENT
ક્વાર્ટરના વિજેતાઓ પછી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બંને સેમિફાઇનલ એક સાથે રમાશે જે 5 થી 7 એપ્રિલ સુધી ચાલશે. ફાઈનલ 9, 10 અને 11 એપ્રિલે રમાશે. આ ટૂર્નામેન્ટ મહિલા પ્રીમિયર લીગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નોંધનીય છે કે WPL 2024 ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 માર્ચે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે. તેથી, ભારતીય ખેલાડીઓને આરામ કરવા અને રેડ-બોલ ક્રિકેટ માટે તૈયારી કરવાનો સમય મળે. આ માટે બંને ટુર્નામેન્ટ વચ્ચે 11 દિવસનો વિરામ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.