બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli, Jadeja in A+, Shami in A: Which players got a place in BCCI central contract

ક્રિકેટ / કોહલી, જાડેજા A+માં તો શમીને ગ્રેડ Aમાં સ્થાન: BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કયા ખેલાડીઓને અપાયું સ્થાન? જુઓ લિસ્ટ

Megha

Last Updated: 11:18 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ ટીમ ઈન્ડિયા માટે વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની જાહેરાત કરી છે જેમાં 30 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. A+ ગ્રેડમાં 4, A ગ્રેડમાં 6, B ગ્રેડમાં 5 અને ગ્રેડ Cમાં 15 ખેલાડીઓ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2023-24 સીઝન માટે વાર્ષિક કરારો જાહેર કર્યા છે. બોર્ડે આગામી સિઝન માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત માત્ર 4 ખેલાડીઓને A+ કેટેગરીમાં રાખ્યા છે. રોહિત ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો પણ આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ચોંકાવનારી વાત એ છે કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને આવતા વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 2023-24 સિઝન માટે ટીમ ઈન્ડિયા માટે વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની જાહેરાત કરી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 30 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. A+ ગ્રેડમાં 4, A ગ્રેડમાં 6, B ગ્રેડમાં 5 અને ગ્રેડ Cમાં 15 ખેલાડીઓ છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓના નામની જાહેરાત કરતી વખતે બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યું કે તે ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમ માટે નથી રમી રહ્યા. ત્યારે એમને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપવી જોઈએ. 

BCCIની નવી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટ 
BCCIએ તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2024માં ફાસ્ટ બોલર કોન્ટ્રાક્ટમાં આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કોવેરપ્પાને સામેલ કર્યા છે.

ગ્રેડ A+ (વાર્ષિક રૂ. 7 કરોડ)- રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા. 
ગ્રેડ A (વાર્ષિક રૂ. 5 કરોડ) - આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા
ગ્રેડ B (વાર્ષિક રૂ. 3 કરોડ) - સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.
ગ્રેડ C (વાર્ષિક રૂ. 1 કરોડ) - રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવાન દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ, કેએલ ભરત, સંજુ સેમસન, પ્રસિધ્ધ કૃષ્ણા, રજત પાટીદાર અને અવેશ ખાન

આ સાથે જે બીસીસીઆઈએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'કૃપા કરીને નોંધ કરો કે શ્રેયસ અય્યર અને ઇશાન કિશનના નામ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.' જણાવી દઈએ કે ગયા વર્ષે અય્યર બી ગ્રેડમાં હતો જ્યારે ઈશાન સીમાં હતો. આ સાથે BCCIએ ફરી એકવાર ક્રિકેટરોને ચેતવણી આપી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે 'BCCIએ ભલામણ કરી છે કે તમામ એથ્લેટ્સે ભારતનું પ્રતિનિધિત્વ ન કરતી વખતે સ્થાનિક ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપવી જોઈએ.' ઇશાન કિશન અને અને અય્યરને આ ન કરવા બદલ સજા મળી છે. 

વધુ વાંચો: 1,2 નહીં પૂરા 7 ખેલાડીઓ પાસેથી BCCIએ છીનવી લીધો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, હવે કરિયર દાવ પર

સાથે જ નિયમ અનુસાર જે ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિર્ધારિત સમયમાં ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા 10 T20I રમે છે તેમને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે. આ ખેલાડીને સીધો ગ્રેડ Cમાં સમાવેશ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન વધુ એક ટેસ્ટ રમે છે, તો તેઓને ગ્રેડ સીમાં સામેલ કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ