બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Not only Iyer-Ishan, BCCI has removed 7 players from the central contract, see the complete list

સ્પોર્ટ્સ / 1,2 નહીં પૂરા 7 ખેલાડીઓ પાસેથી BCCIએ છીનવી લીધો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, હવે કરિયર દાવ પર

Megha

Last Updated: 09:02 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ વાર્ષિક ખેલાડીઓના કરારની યાદી જાહેર કરી, જેમાં અય્યર અને ઇશાન કિશન સહિત 7 ખેલાડીઓને કરારમાંથી મુક્ત કરવામાં આવ્યા, તો જાડેજાને A+ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ 2023-24 માટે વાર્ષિક ખેલાડીઓના કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં શ્રેયસ અય્યરની સાથે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અય્યર પાસે બીસીસીઆઈનો ગ્રેડ કોન્ટ્રાક્ટ હતો જ્યારે કિશન પાસે ગયા વર્ષની રીટેનર શિપ લિસ્ટમાં ગ્રેડ સીનો કોન્ટ્રાક્ટ હતો.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીસીસીઆઈના સૂત્રો તરફથી જે સમાચાર આવી રહ્યા હતા તે એકદમ સાચા સાબિત થયા છે. છેલ્લે, બોર્ડે વર્ષ 2023-24 માટે વાર્ષિક કરાર માટે જાહેર કરાયેલા 30 ખેલાડીઓમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યર બંનેને સ્થાન આપ્યું ન હતું. અય્યરને વાર્ષિક 3 કરોડ રૂપિયા જ્યારે ઈશાનને 1 કરોડ રૂપિયા મળતા હતા. હવે આ બંનેને પૈસા, પ્રતિષ્ઠા, જાહેરાત વગેરેની દૃષ્ટિએ ભારે નુકસાન સહન કરવું પડશે. 

BCCIએ વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની નવી યાદી જાહેર કરી છે. કોન્ટ્રાક્ટ લિસ્ટમાં, વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે તેમનો A+ કોન્ટ્રાક્ટ પાછો મેળવ્યો છે. તે જ સમયે, સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ સાથે શ્રેયસ અય્યર અને ઇશાન કિશનને બોર્ડ દ્વારા કરારમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રોહિત, કોહલી અને બુમરાહ ઉપરાંત જાડેજાને બોર્ડ દ્વારા A+ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ સિરાજને B ગ્રેડમાંથી બઢતી આપીને A ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેની સાથે આ લિસ્ટમાં ગિલ, રાહુલ, અશ્વિન, શમી અને પંડ્યા સામેલ છે. આ સિવાય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો ગ્રેડ બી કોન્ટ્રાક્ટ છે.

નોંધનીય છે કે વાર્ષિક પ્લેયર રીટેનરશિપ 2023-24માં, 30 ખેલાડીઓને ચાર કેટેગરી આપવામાં આવી છે જે  A+, A, B અને C છે.આ કરાર 1 ઓક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીનો છે. ઈશાન અને શ્રેયસ ઉપરાંત બોર્ડ દ્વારા જે ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી દૂર રાખવામાં આવ્યા છે તેમાં અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા, યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, દીપક હુડા અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. તેમાંથી શિખર ધવન સિવાય બાકીના 6 ખેલાડીઓએ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે એટલે કે 2023માં રમી હતી.  

વધુ વાંચો: ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન! સારવાર માટે લંડન પહોંચ્યો KL રાહુલ, બૂમરાહને લઈને આવી અપડેટ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ ગ્રેડ A+ - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાજ, રવિન્દ્ર જાડેજા. 
ગ્રેડ A – આર અશ્વિન, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા. 
ગ્રેડ B - સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ. 
ગ્રેડ C - રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ