ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : નવરાત્રિ દરમ્યાન જોવા મળ્યો ક્રિકટનો ક્રેઝ, ખેલૈયાઓએ ગરબા છોડીને નિહાળી ફાઈનલ મેચ
Last Updated: 09:40 AM, 29 September 2025
ADVERTISEMENT
મોડાસા: નવરાત્રીનું પર્વ, જ્યાં ગરબા અને રાસના રંગમાં સમગ્ર ગુજરાત રંગાઈ જાય છે, ત્યાં મોડાસામાં કંઇક જુદુંજ દૃશ્ય જોવા મળ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચનો ક્રેઝ એટલો હદે વધ્યો કે ખેલૈયાઓએ થતી રમઝટ વચ્ચે ગરબાના સ્ટેપ રોકી દીધા અને મોબાઈલ સ્ક્રીન સામે ઊભા રહી ગયા!
ADVERTISEMENT
મોડાસામાં નવરાત્રિની ઉજવણીમાં જોવા મળ્યો ક્રિકેટનો ક્રેઝ, જુઓ વીડિયો#Modasa #Arvalli #AsiaCup2025 #IndiaVsPakistan #INDvPAK #AsiaCupFinal #IndiaWins #CricketFever #CricketLovers #MatchOfTheYear #Navratri #VTVDigital pic.twitter.com/KOBu5whFwu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 29, 2025
નવરાત્રીના સાતમા દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ ચાલી રહી હતી. જેમ જેમ મેચ ભારત તરફી બની રહી હતી. તેમ તેમ ખેલૈયાઓ ગરબામાંથી થોડા સમયનો વિરામ લઈ મેચ જોવાનું પસંદ કર્યું હતું. ખેલ મેદાનમાં રાસની લય હતી, પણ નજરો ક્રિકેટના 'ચોકા-છગ્ગા' પર હતો.
ADVERTISEMENT

જેમજ ભારતે જીત મેળવી, ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી ઊભો થયો. જીતના જશ્નમાં ખેલૈયાઓ ફરી એકવાર રંગે ચડ્યા અને ગરબાના રંગને બેગુણો કરી નાખ્યો. અનેક યુવાઓએ હાથમાં તિરંગો લઈને નૃત્ય કર્યું અને જીતી ગઈ ભારતની ટીમ માટે જયકારા પણ લગાવ્યા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના, 2 મહિલા સહિત 5ના કમકમાટીભર્યા મોત
આ ઘટના સ્પષ્ટ કરે છે કે ક્રિકેટ અને નવરાત્રી બંને ગુજરાતીઓના મનગમતા છે. જ્યાં એક તરફ સંસ્કૃતિ છે, ત્યાં બીજી તરફ રાષ્ટ્રપ્રેમ અને રમત માટેની ઉત્સુકતા છે. નવરાત્રીમાં ગરબા કરતા ખેલૈયાઓએ મેચ જોયા પછી ગરબાની અંદર જ જીતનો ઉત્સવ મનાવવો એ મોટે ભાગે સૌ પ્રથમ વખતનું દૃશ્ય હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.