ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 19 નિરાધાર દીકરીઓની વ્હારે આવ્યું 'જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ', યોજાયો ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવ

સરાહનીય / 19 નિરાધાર દીકરીઓની વ્હારે આવ્યું 'જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ', યોજાયો ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવ

Published By: Dhruv Brahmbhatt

Last Updated: 09:50 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લાના મોટી ખડોલ ગામે 'અમરત બાપા મેલડી ધામ' માં જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. જેમાં 19 નિરાધાર દીકરીઓના ઉષા ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણ કરિયાવર સાથે લગ્ન કરાવાયા.

ADVERTISEMENT

આપણે અવાર-નવાર જોયું છે કે, જ્યારે પણ સમાજમાં નિરાધાર દીકરીઓ એકલી પડી જતી હોય, ત્યારે કોઇ ને કોઇ ટ્રસ્ટ કે સેવાભાવી લોકો નિરાધાર દીકરીઓની વ્હારે આવતા હોય છે. ત્યારે આવું જ એક સત્કાર્ય તા. 12 ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લાના ગામ મોટી ખડોલ અમરત બાપા મેલડી ધામ ખાતે કરવામાં આવ્યું. જેમાં 19 જેટલી નિરાધાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. તમને જણાવી દઇએ કે, ઉષા ફાઉન્ડેશન દ્વારા આ સત્કાર્ય કરવામાં આવ્યું હતું.


દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સહિત અપાઇ ભાવુક વિદાય

સમૂહ લગ્નોત્સવમાં 19 અનાથ તેમજ આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સહિત માં મેલડીના આશીર્વાદ સાથે ભાવુક ક્ષણ સાથે વિદાય આપવામાં આવી હતી.



આ કરિયાવરમાં દરેક દીકરીને ઘરેલું જરૂરી વસ્તુઓ, તેમજ સોના-ચાંદીના દાગીના સહિત અન્ય અનેક ભેટ-સોગાદો જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ થકી અર્પણ કરાઇ હતી.

અગાઉ 26 દીકરીઓના યોજાઇ ચૂક્યાં સમૂહ લગ્નોત્સવ

તમને જાણીને નવાઇ લાગશે કે આવાં સમૂહ લગ્નોત્સવનું આયોજન પ્રથમવાર નથી થયું, અગાઉ પણ બે વખત સમૂહ લગ્નોત્સવ જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઇ ગયા છે. જેમાં પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓ અને પછી બીજા સમૂહ લગ્નોત્સવમાં 15 જેટલી નિરાધાર દીકરીઓના લગ્ન કરાવાયેલા, જ્યારે હવે 19 દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે વિદાય આપવામાં આવતા મેલડી ધામ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયેલા.

વધુમાં આ અમરત બાપા મેલડી ધામ ખાતે ભવ્ય મહાકાળી માંનું મંદિર તથા મહાદેવજીના મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાથે અહીં દર રવિવારે માતાજીના આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. જેમાં હજારો ભક્તો માટે જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે એમ કહી શકાય કે, મહુધા નજીક મોટી ખડોલમાં આવેલું અમરતબાપા મેલડી ધામ એ ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડા જિલ્લામાં એટલું વિખ્યાત થઇ ગયું છે કે ત્યાં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ મોટી ખડોલ સમૂૂહ લગ્નોત્સવ Shree Amrat Bapa Meldi Dham

Published by

Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ