બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / maruti suzuki launched new 7 seater mpv eeco price starts at rs 3.61 lakhs

ઑટો / 4 લાખથી પણ ઓછા રૂપિયામાં મારૂતિ સુઝુકીએ લૉન્ચ કરી 7 સીટર MPV

Published By: Krupa

Last Updated: 11:31 AM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારૂતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય MPV Eecoને હવે નવા સેફ્ટી ફીચર્સની સાથે બજારમાં ઊતારી છે. ક્રેશ ટેસ્ટ Compliant નવી Eecoની કિંમતમાં વધારો થયો છે, એટલે કે હવે આ મૉડલ 6000 રૂપિયાથી 9000 રૂપિયા સુધી મોંઘી થઇ છે.

  • મારૂતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય MPV Eecoને હવે નવા સેફ્ટી ફીચર્સની સાથે બજારમાં ઊતારી
  • નવી Eecoની દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 3.61 રૂપિયાથી શરૂ થાય છે

આજકાલ ભારતમાં ઓછા બજેટમાં MPVનું ચલણ છે. લોકો હવે હેચબેક કારથી યૂટિલિટી વાહનો તરફ આકર્ષિત થતા નજરે આવી રહ્યા છે. તાજેતરમાં જ રેનો Triber અને મારૂતિ સુઝુકી S-presso જેવી ઓછા બજેટ વાળી ગાડીઓએ બજારમાં એન્ટ્રી કરી છે. જ્યારે Datsun Go Plus પોતાના ઓછા બજેટમાં ઘીરે ધીરે ઝડપ પકડી રહી છે. એવામાં હવે મારૂતિ સુઝુકીએ માત્ર 3.61 લાખ રૂપિયામાં પોતાની સીટર MPVને બજારમાં ઊતારી છે, ચલો તો જાણીએ એના ફીચર્સ...

મારૂતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય MPV Eecoને હવે નવા સેફ્ટી ફીચર્સની સાથે બજારમાં ઊતારી છે. ક્રેશ ટેસ્ટ Compliant નવી Eecoની કિંમતમાં વધારો થયો છે, એટલે કે હવે આ મૉડલ 6000 રૂપિયાથી 9000 રૂપિયા સુધી મોંઘી થઇ છે. નવી Eecoની દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 3.61 રૂપિયાથી શરૂ થાય છે. 

વાત એન્જીનની કરીએ તો નવી Eecoમાં 1196cc ના ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જીન લાગેલું છે જે 73hpની તાકાત અને 101Nmનો ટાર્ક આપે છે આ ઉપરાંત એમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સની સુવિધા છે. એમાં લાગેલું એન્જીન પાવરફુલ હોવાની સાથે સસ્તું પણ છે. 

મારૂતિ Eecoને પર્સનલ અને કોમર્શિયલ બંને માટે ઉપયોગ કરી શકાય છે. એની ડિઝાઇન વેન જેવી છે, સિંપલ ડિઝાઇન છે પરંતુ સ્ટાઇલની ખૂબ ખામી છે, આપણા હિસાબથી કંપનીને એની ડિઝાઇનને લઇને કાર બનાવવાની જરૂર છે. એમાં 5, 6 અને 7 લોકોને બેસવાની જગ્યાનો વિકલ્પ મળે છે. તમે એને તમારી જરૂરીયાતના હિસાબથી સેટ કરી શકો છો. 

નવી મારૂતિમાં Eecoમાં સેફ્ટી માટે એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ + EBD, ડ્રાઇવર સાઇડ એરબેગ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર સ્ટાન્ડર્ડ છે, આ ઉપરાંત એમાં BS6 એન્જીન આવતા વર્ષે આવશે. તાજેતરમાં જ મારૂતિ સુઝુકીએ પોતાની નવી મિની SUV, એસ-પ્રેસોને ભારતમાં લૉન્ચ કરી છે જેને ગ્રાહકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Eeco Maruti Suzuki lifestyle મારૂતિ ઇકો મારૂતિ સુઝુકી Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ