બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Marksheets of 80 students from 9 schools are missing in Vadodara

બેદરકારી / વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં: વડોદરામાં એકસાથે 9 સ્કૂલોના 80 વિદ્યાર્થીઓની ધો. 10ની માર્કશીટ ગાયબ

Malay

Last Updated: 09:47 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરા શહેરની 9 શાળાની ધોરણ 10ની 80થી વધુ માર્કશીટ ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. શહેરની વિવિધ સ્કૂલોના આર્ચાયો દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી છે.

 

  • ધો.10ની માર્કશીટ મોકલવામાં બોર્ડની બેદરકારી
  • વડોદરાની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ
  • શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી રજૂઆત

વડોદરામાં ધોરણ 10ની માર્કશીટ મોકલવામાં બોર્ડની બેદરકારી સામે આવી છે. શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ થઈ ગઈ છે. આ મામલે એક બાજુ શાળાના આચાર્યો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તો બીજી બાજુ માર્કશીટ ન મળતાં વિદ્યાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.

9 શાળાની ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ અત્યારે માર્કશીટ વિતરણની કામગીરી ચાલી રહી છે. બોર્ડ દ્વારા દરેક સ્કૂલોને માર્કશીટ પહોંચાડી દેવામાં આવી છે. આ વચ્ચે શહેરની 9 શાળાની ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. શાળા સત્તાધીશો દ્વારા આ માર્કશીટ ભૂલથી કોઇ શાળામાં આવી હોય તો સંપર્ક કરવા વિનંતી કરતો મેસેજ પણ કરવામાં આવ્યો છે. 

હિલ મેમોરિયલ સ્કૂલની 58 માર્કશીટ ગાયબ
શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ છે. જેમાં હિલ મેમોરિયલ સ્કૂલની સૌથી વધુ 58 માર્કશીટ ગાયબ થઈ છે. જ્યારે એસ.એસ.વી સ્કૂલની 13, શ્રી રઘુકૂળ વિદ્યાલયની 5, MES ગર્લ્સ હાઇસ્કૂલની 2, નૂતન વિદ્યાલયની 2, વેબ મેમોરિયલ હાઇસ્કૂલની 1, ઉર્મી સ્કૂલની 1, મહાત્મા ગાંધી વિદ્યાલયની 1, બરોડા સ્કૂલ ONGCની 1 માર્કશીટ ગાયબ છે. 

સળગતા સવાલ
- વડોદરાના 80 વિદ્યાર્થીઓની ક્યાં છે માર્કશીટ?
- માર્કશીટ વગર વિદ્યાર્થીઓને ધોરણ 11માં કઈ રીતે મળશે પ્રવેશ?
- પરીક્ષા આપ્યા બાદ કેમ ન મળી માર્કશીટ?
- વિદ્યાર્થીઓને બોર્ડે કેટલા સમયમાં આપશે માર્કશીટ?
- શું માર્કશીટ વગર ધોરણ 11માં વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ?
- વડોદરાના DEO વિદ્યાર્થીઓના હિતમાં લેશે નિર્ણય?
- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કેમ?
- ધોરણ 10ની માર્કશીટ મોકલામાં આટલી મોટી બેદરકારી?
- શું બોર્ડે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની નોંધ લીધી ન હતી?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ