બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / many startups can give your old petrol scooter an electric makeover low cost
ADVERTISEMENT
દેશમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter) ખૂબ ડિમાન્ડ છે. ઈલેક્ટ્રિક સ્કૂટરના એકથી એક નવા મોડલ લોન્ચ થઈ રહ્યા છે. આ વચ્ચે બેંગ્લોરની અમુક સ્ટાર્ટઅપ કંપનીએએ પેટ્રોલથી ચાલતા દરેક જુના સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી નાખવાની અનોખી શરૂઆત કરી છે. તેના માટે વધારે ખર્ચ પણ નથી. આટલું જ નહીં એક કંપની તો હાઈબ્રિડ સ્કૂટર પણ બનાવીને આપી રહી છે.
બેંગ્લોરમાં રાઈડ શેરિંગની સેવા આપતી સ્ટાર્ટઅપ કંપની Bounceએ આવી સ્કીમ શરૂ કરી છે. કંપની જુના ઈન્ટર્નલ કંબશ્ચન એન્જિન (પેટ્રોલ વાળા) સ્કૂટરમાં ઈલેક્ટ્રિક મોટર અને એક બેટરી લગાવીને તેને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી નાખે છે. તેના માટે કંપની ફક્ત 20 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
ADVERTISEMENT

વધી રહી છે ડિમાન્ડ
એક રિપોર્ટ અનુસાર કંપની જુના સ્કૂટરમાં એક રેટ્રોફિટ કિટ લગાવે છે જેમાં ઈલેક્ટ્રિક મોટર, બેટરી આવે છે. બાઉન્સના કો-ફાઉન્ડર વિવેકાનંદ હલ્લેકરે જણાવ્યું કે કંપનીએ પાયલટ પ્રોજેક્ટના રૂપમાં જૂના પરંપરાગત સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફેરવાનું શરૂ કરી દીધો હતો. પરંતુ ટૂંક સમયમાં જ જાણ થઈ ગઈ કે તે મોટુ બજાર સાબીત થઈ શકે છે.
ADVERTISEMENT
આ કંપનીઓનું પણ ઓફર
જોકે બાઉન્સ બાદ હવે ઘણી કંપનીઓ આવી કિટ લઈને આવી રહી છે. જેમાં Etrio અને Meladath ઓટોકમ્પોનેન્ટ શામેલ છે. મહત્વનું છે કે પેટ્રોલ દેશના ઘણા શહેરોમાં 100 રૂપિયા લીટરને પાર પહોંચી ગયું છે. એવામાં ઈલેક્ટ્રિક સ્કૂટરની તરફ ઘણી લોકો ફર્યા છે. હાલમાં જ ઓલા, હીરો, Simple Energy જેવી કંપનીઓએ બજારમાં ઈક્ટ્રિક સ્કૂટરના ઘણા સારા મોડલ ઉતાર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.