બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / manoj tiwari slams nasiruddin shah on his the kerala story statment said go to the court

વિવાદ / 'દમ હોય તો કોર્ટ જાય, નસીરૂદ્દીનની નિયતમાં ખોટ', The Kerala Story મુદ્દે મનોજ તિવારીનો પારો આસમાને

Manisha Jogi

Last Updated: 01:20 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફિલ્મ બાબતે નસરુદ્દીન શાહે પોતાના વિચાર રજૂ કર્યા હતા. મનોજ તિવારીએ નસરુદ્દીન શાહના નિવેદન બાબતે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ખરુ ખોટું સંભળાવ્યું છે.

  • નસરુદ્દીન શાહે ફિલ્મની સફળતા બાબતે સવાલો ઊભા કર્યા
  • મનોજ તિવારીએ આક્રોશ વ્યક્ત કર્યો
  • કોર્ટ જવાની આપી સલાહ

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ રિલીઝ થઈ જે પહેલા જ વિવાદોની જાળમાં ફસાઈ ગઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ તેના થોડા સમય પછી પણ વિવાદ બંધ નથી થઈ રહ્યો. આ ફિલ્મ બાબતે નસરુદ્દીન શાહે પોતાના વિચાર રજૂ કર્યા હતા. ફિલ્મની સફળતા બાબતે સવાલો ઊભા કર્યા હતા, તથા નાજી જર્મની સાથે ફિલ્મની સરખામણી કરી હતી, ત્યારથી તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે. મનોજ તિવારીએ નસરુદ્દીન શાહના નિવેદન બાબતે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ખરુ ખોટું સંભળાવ્યું છે. 

મનોજ તિવારીનો નસરુદ્દીન શાહને પલટવાર
મનોજ તિવારીને નસરુદ્દીન શાહ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેઓ જણાવે છે કે, ‘તેઓ એક સારા અભિનેતા અને તેમની નિયત પણ સારી છે. હું ખૂબ જ ભારે હ્રદય સાથે આ વાત કરી રહ્યો છું. નસીર સાહેબે તે સમયે અવાજ શા માટે ના ઉઠાવ્યો, જ્યારે ફિલ્મમાં દર્શાવવામાં આવતું હતું કે, દુકાન પર બેસી રહેલ આવારા વ્યક્તિ આવતી જતી મહિલાઓની છેડતી કરતો હતો. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે.’

જો તેમને કોઈ તકલીફ હોય તો કોર્ટ જાય: મનોજ તિવારી 
મનોજ તિવારીએ એટલી હદે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, અભિનેતાને કોર્ટ જવાની સલાહ આપી હતી. મનોજ તિવારી જણાવે છે કે, ‘જો તેમને કોઈ તકલીફ હોય તો કોર્ટ જાય. કોઈપણ બાબતે ટીકા કરવી ખૂબ જ સરળ કામ છે. તેઓ જે પ્રકારે પોતાની વાત રજૂ કરે છે, તે બાબતે તેમણે ભારતીય નાગરિક અને એક સારા વ્યક્તિ તરીકે સારી ઓળખ ઊભી કરી છે.’

નસરુદ્દીન શાહનું નિવેદન
નસરુદ્દીન શાહે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બાબતે તેમની વાત રજૂ કરતા જણાવ્યુ હતું કે, ‘‘ભીડ’, ‘અફવા’ તથા ‘ફરાજ’ જેવી ફિલ્મોનું કોઈ મૂલ્ય રહ્યું નહોતું. પરંતુ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા માટે દર્શકોની ભીડ ઉમટી રહી છે. મેં આ ફિલ્મ જોઈ નથી અને જોવાનો ઈરાદો પણ નથી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ