વડોદરામાં 25 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મણીબેન ચૌધરીનું અપહરણ થયું છે, થોડા મહિના અગાઉ પણ આ જ મહિલા કોન્સ્ટેબલ નાટ્યત્મક રીતે ફરાર થયા હતા
વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનું અપહરણ
ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
ડેસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વડોદરના ડેસર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. વડોદરા પોલીસમાં વિવિધ મુદ્દે વિવાદોમાં રહેલી મણીબેન ચૌધરીનું અપહરણ થયોનું સામે આવ્યું છે. વિગતો મુજબ ફરજ બજાવ્યા બાદ ઘરે પરત ફરતા સમયે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું છે.
અપહરણ થયાની ફરિયાદ
25 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મણીબેન ચૌધરીનું અપહરણ થયું છે. અત્રે તમને જણાવીએ કે, થોડા મહિના અગાઉ પણ આ જ મહિલા કોન્સ્ટેબલ નાટ્યત્મક રીતે ફરાર થયા હતા તે સમયે ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી જ નાટયાત્મક રીતે વિધર્મી પ્રેમી સાથે ફરાર થયા હતા. ખાસ વાત એ છે કે, 5 દિવસ પૂર્વે ડભોઇથી મહિલા કોન્સ્ટેબલની ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.
તપાસનો ધમધમાટ શરૂ
વિધર્મી પ્રેમી સદ્દામે અપહરણ થયાનો આક્ષેપ કરી ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, આ સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસના જાણ થતાં જ પોલીસે ગુપ્તા રાહે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. વાત જાણે એમ છે કે, ચોવીસ કલાસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં મણીબેન ચૌધરીનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.