વર્કઆઉટ કરી ફિટ શરીર મેળવવા માટે વધુ ધીરજની જરૂર પડે છે. આમ તો લોકો જિમમાં જઇને વર્કઆઉટ કરે છે, પરંતુ શું તમે કોઈને હેલિકોપ્ટરમાંથી લટકતા વર્કઆઉટ કરતા જોયો છે? સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એક વ્યક્તિએ હેલિકોપ્ટરમાં લટકતા વર્કઆઉટ કર્યુ. જેને જોઇને વિશ્વમાં સૌ કોઈ અચંબિત થયા.
એક શખ્સે હેલિકોપ્ટરમાં લટકતા 23 પુલ-અપ્સ કર્યા
આ શખ્સનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો
એક શખ્સે હેલિકોપ્ટરમાં લટકીને પુલ-અપ્સ કર્યા
વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ હેલિકોપ્ટરમાં લટકીને પુલ-અપ્સ કરી રહ્યો છે. આ શખ્સનો વીડિયો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે જાતે શેર કર્યો છે. વીડિયો આર્મેનિયામાં રહેતા રોમન સહરાડિયનનો છે. જેણે એક મિનિટમાં ઉડતા હેલિકોપ્ટરમાંથી લટકીને 23 પુલ-અપ્સ કર્યા. ત્યારબાદ તેનુ નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં રોમનને એક હેલિકોપ્ટરની લેન્ડિંગ સ્લાઈડ પકડીને લટકતા જોઇ શકાય છે. ત્યારબાદ હેલિકોપ્ટર ઉડે છે અને રોમન હવામાં લટકી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે કુશળતાપૂર્વક પુલ-અપ્સ કરી રહ્યો છે. જુઓ વીડિયો
આ વીડિયોને શેર કરવાની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું, એક મિનિટમાં વધુમાં વધુ પુલ અપ્સ એક હેલિકોપ્ટરથી. રોમન સહરાડિયન દ્વારા 23. વીડિયો એટલો પ્રભાવશાળી છે કે વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લાઈક્સ મળી છે.