બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / maldives muizzu proposed india government to remove its military on soil before 15th marc

કૂટનીતિ / '15 માર્ચ સુધી ભારત માલદીવમાંથી સેના હટાવે', પ્રેસિડન્ટ મુઈઝ્ઝૂની 'દાદાગીરી', ટાપુ દેશમાં ભારતની સેના?

Hiralal

Last Updated: 04:25 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં માલદીવમાંથી તેનું લશ્કર હટાવી લેવાની ડેડલાઈન આપી છે.

  • માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ ફરી આંખ દેખાડી 
  • ભારતને કહ્યું-15 માર્ચ સુધી માલદીવમાં તમારી સેના હટાવો
  • ગઈ કાલે કહ્યું હતું કે અમે ભલે નાના હોઈએ પણ અમને ડરાવાનું કોઈનું લાઈસન્સ નથી 

પીએમ મોદીની લક્ષદ્વીપ વિઝીટને પગલે માલદીવના 3 મંત્રીઓની હકાલપટ્ટી અને ત્યાર બાદના બહિષ્કાર બાદ માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઈઝ્ઝુએ પણ દાદાગીરી દેખાડવા માંડી છે. ચીનની પાંચ દિવસની મુલાકાત બાદ સ્વદેશ આવેલા મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારતને બીજા દિવસે ધમકી આપી છે. મુઈઝ્ઝુએ કહ્યું કે ભારતે '15 માર્ચ સુધી માલદીવમાંથી સેના હટાવી લેવી પડશે. 

ભારતે માલદીવમાં કેમ મોકલ્યું લશ્કર 
બહુ ઓછા લોકો જાણે છે કે ભારતીય સેના માલદીવમાં તૈનાત છે. 1988માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમના કોલ પર ભારતીય સેના ત્યાં ગઈ હતી. 1988માં માલદીવ આંતરિક કલહથી ઝઝૂમી રહ્યું હતું. તે સમયે માલદીવના બિઝનેસમેન અબ્દુલ્લા લુથોફી અને તેના પાર્ટનર સિક્કા અહેમદ ઈસ્માઈલ માનિક તત્કાલીન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ વિરુદ્ધ તખ્તાપલટનું કાવતરું ઘડી રહ્યા હતા. એક દિવસ સમાચાર આવ્યા કે અબ્દુલ્લા લુથોફી અને સિક્કા અહેમદ ઈસ્માઈલ શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન પ્લોટના ભાડૂતી સૈનિકોની મદદથી માલદીવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે આ લડવૈયાઓએ દેશમાં પ્રવેશવાનું શરૂ કર્યું અને રાષ્ટ્રપતિ મૌમૂનને ઘેરી લીધા ત્યારે તે એક સેફ હાઉસમાં છુપાઈ ગયા અને ત્યાંથી સીધા જ ભારતને ફોન કરીને તેમની સુરક્ષા માટે મદદ માંગી. આ પછી ભારતની વર્તમાન રાજીવ ગાંધી સરકારે રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની વાતને ગંભીરતાથી લીધી અને થોડા જ કલાકોમાં ભારતીય સેનાની ટુકડીને હુલહુલે એરપોર્ટ પર એરલિફ્ટ કરાઈ. અહીંથી ભારતીય સૈનિકો રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમના સેફ હાઉસ પહોંચ્યા અને તેમને બળવાખોરોથી બચાવ્યા.

માલદીવમાં હાલમાં કેટલા ભારતીય સૈનિકો 
હાલની વાત કરીએ તો માલદીવમાં લગભગ 70 ભારતીય સૈનિકો છે. આ ભારતીય સૈનિકો પાસે કેટલાક એરક્રાફ્ટ છે, જેના દ્વારા તેઓ હિંદ મહાસાગર પર નજર રાખે છે. આ સિવાય આ સૈનિકો માલદીવમાં રાહત કાર્ય અને તબીબી સહાય પૂરી પાડવાનું પણ કામ કરે છે. થોડા સમય પહેલા ભારતીય નૌકાદળે તેનું એક ડોર્નિયર એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટર ત્યાં તૈનાત કર્યા હતા, જેનો ઉપયોગ મુખ્યત્વે 200 નાના ટાપુ

ગઈકાલે કહ્યુંતું, અમને ડરાવાનો કોઈને હક નથી
રાજધાની માલે પાછા આવતાં જ તેમણે ભારતનું નામ લીધા વગર ચોખ્ખું કહ્યું કે અમારી સાથે દાદાગીરી કરવાનું કોઈની પણ પાસે લાઈસન્સ નથી. તેમણે કહ્યું કે ભલે અમે નાનો દેશ હોઈએ પણ અમને ધમકાવવાનો કોઈ પણ અધિકાર નથી. તેમણે કોઈનું નામ તો લીધું નથી પરંતુ તેમની આ વાત છૂપી રીતે ભારત સામે છે. ચીન તરફી મનાતા  મુઈઝ્ઝની તેમની પાંચ દિવસની ચીનની મુલાકાત બાદ પાછા આવ્યાં હતા. તેમની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે કૂટનીતિક વિવાદ વધ્યો છે.

શું છે વિવાદ
માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી સારા ચાલી રહ્યા નથી. માલદીવના મંત્રીઓએ પીએમ મોદી અને ભારત પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ સંબંધો વધુ વણસ્યા હતા. જો કે માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરીને સ્થિતિ ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે ચીન પ્રવાસથી આવ્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું વલણ પણ બદલાઈ ગયું છે. ઓમાંથી દર્દીઓને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ