બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Make Bombay style vegetable grill sandwich for anytime breakfast

રેસિપી / નાસ્તા માટે બનાવી લો બોમ્બે સ્ટાઈલ વેજિટેબલ ગ્રિલ સેન્ડવિચ, વેરાયટી સાથે સંતોષાશે ભૂખ

Bhushita

Last Updated: 03:15 PM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસ્તાનો સમય હોય ત્યારે તમે કોઈ પણ પ્રકારની સેન્ડવિચ ખાવાનું મોટાભાગે પસંદ કરતા હોવ છો. નાના મોટા સૌને સેન્ડવિચ ભાવે છે. તમે એકસરખી આલુ મટર, ચીઝ કે ગ્રિલ સેન્ડવીચ ખાઈને કંટાળ્યા હોય તો તમે આ બોમ્બે સ્ટાઈલ સેન્ડવિચ બનાવી શકો છો. તે બનાવવામાં એકદમ સરળ છે. આ સેન્ડવિચ સ્પાઈસી હોય છે અને સાથે પેટ પણ ભરાય છે.

સામગ્રી

4 બાફેલા બટાકા
2 ઝીણી સમારેલી ડુંગળી
2 ઝીણું સમારેલું ટામેટુ
4 લીલા મરચા
2 ચમચી જીરું
2 ચમચી રાઈ
2 ચમચી કોથમીર
ચપટી હળદર
ચપટી હીંગ
2 ચમચી લાલ મરચું પાવડર
16 સ્લાઈસ બ્રાઉન કે વ્હાઈટ બ્રેડ
દરેકના 2 નંગ સમારેલ ડુંગળી, ટામેટુ અને કેપ્સિકમ
4 ચમચી માખણ
2 ચમચી ચાટ મસાલો

બનાવવાની રીત

એક કઢાઈમાં એક ચમચો તેલ નાખી ગરમ કરી તેમાં રાઈ, જીરું અને બાદમાં ડુંગળી નાખી વઘાર કરી લો. ત્યારબાદ સમારેલા ટામેટા નાંખી ચઢવા દો. ટામેટા ચઢી જાય બાદમાં તેમાં ગ્રીન ચિલી સોસ ઉમેરી લો. ત્યારબાદ બધા મસાલા નાખો અને સારી રીતે મિક્સ કરો. તેમાં બાફેલા બટાકાનો માવો પણ નાખવો. મીઠું નાંખીને સ્ટફિંગને 5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. મિશ્રણ ઠંડું થઈ જાય પછી સેન્ડવિચનું સ્ટફિંગ કરો. ફિલિંગ કરતા પહેલા બ્રેડની કિનારી અચૂક કાપો. હવે બટર લગાવવું. પછી ગ્રીન ચિલી સોસ અને ટોમેટો સોસ બ્રેડ પર ફેલાવો. બટાકાનું મિશ્રણ લઈને બ્રેડ પર લગાવવું. તેના ઉપર સમારેલા ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ રાખવા. તેના પર થોડો ચાટ મસાલો છાંટવો અને ત્યારબાદ બીજી બ્રેડ લઈ કવર કરી લો. હવે સારી રીતે ગ્રીલ કરી લો. ગ્રીલ થયા બાદ સેન્ડવિચ પર બટર લગાવીને સારી રીતે ફ્રાઈ કરો. તો તૈયાર છે બોમ્બે સેન્ડવિચ. જેને તમે તમારી મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Best dish for Nasta Bombay style Veg grill sandwich Recipe recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ