ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / તમારો પાસવર્ડ અને પર્સનલ ડેટા સુરક્ષિત છે? 3.5 અબજ રેકોર્ડ્સ લીક થવાના ખુલાસાથી ખળભળાટ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / તમારો પાસવર્ડ અને પર્સનલ ડેટા સુરક્ષિત છે? 3.5 અબજ રેકોર્ડ્સ લીક થવાના ખુલાસાથી ખળભળાટ

Last Updated: 05:03 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં બે મોટા ડેટાબેઝમાં 3.5 અબજથી વધુ રેકોર્ડ્સ ખુલ્લા મળી આવતાં ઈમેલ, પાસવર્ડ, મોબાઈલ નંબર અને બીજી અંગત વિગતોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

1/5

photoStories-logo

1. ડેટા લીક

વાયર્ડની તાજેતરની રિપોર્ટમાં સાયબર સિક્યોરિટીના સંશોધકોએ બે વિશાળ ડેટા લીકના કિસ્સા સામે લાવ્યા છે. આ બંનેમાં મળીને 3.5 અબજથી વધુ રેકોર્ડ્સ સામેલ છે. આ વિશ્વના સૌથી મોટા ડેટા એક્સપોઝરમાંથી એક ગણાઈ શકે છે. આ ડેટામાં યુઝરનેમ, પાસવર્ડ, નેશનલ આઈડી નંબર, ઈમેઈલ એડ્રેસ અને બીજા દસ્તાવેજો સામેલ હતા જે ઓનલાઈન કોઈને પણ જોવા મળી શકતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જેરેમિયા ફાઉલર

જેમાં પહેલો ડેટાબેઝ સંશોધક જેરેમિયા ફાઉલરને મળ્યો હતો. તેમાં લગભગ બે અબજ લોગિન રેકોર્ડ્સ, સેશન ટોકન, કુકીઝ અને લગભગ 4 લાખ દસ્તાવેજો હતા. આમાં હજારો ફોલ્ડરોમાં ઈમેઈલ, પાસવર્ડ, ડિવાઈસની માહિતી અને દેશવારે ગોઠવાયેલા રેકોર્ડ્સ હતા. સેશન ટોકનની મદદથી હેકર્સ પાસવર્ડ વગર પણ એકાઉન્ટમાં ઘુસી શકે છે. જેમાં અમુક કિસ્સામાં પાસવર્ડ બદલ્યા પછી પણ આ ટોકન કામ કરતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બીજો ડેટાબેઝ

બીજો ડેટાબેઝ અપગાર્ડ કંપનીના ગ્રેગ પોલોકને મળ્યો. તેમાં 1.64 અબજ દસ્તાવેજો હતા, જે મુખ્યત્વે ચીનના નાગરિકો અને વ્યવસાયો સાથે સંબંધિત છે. આમાં 84 કરોડથી વધુ નેશનલ આઈડી નંબર, 30 કરોડ ફોન નંબર, 1.1 કરોડ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રેકોર્ડ્સ અને લગભગ 80 લાખ વ્યવસાયિક નોંધણી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું થઇ શકે ?

સંશોધકોના મતે આ મોટાભાગની માહિતી ઇન્ફો-સ્ટીલર મેલવેર દ્વારા ચોરાઈ હોવાની શક્યતા છે. આ મેલવેર ચેપી ડિવાઈસમાંથી સેવ કરેલા પાસવર્ડ અને બીજા ડેટા ચોરી લે છે. આવા ડેટાને હેકર્સ ખરીદીને, દેશ કે એકાઉન્ટના પ્રકાર અનુસાર છૂટા કરીને ફરીથી વેચી શકે છે. આથી યુઝર્સના એકાઉન્ટ પર કબજો મેળવવો, ઓળખ ચોરી કરવી કે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને છેતરપિંડી કરવી સરળ બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હજુ કઈ બાબત સ્પષ્ટ નથી ?

ઉલ્લેખનીય છે કે, 3.5 અબજનો આ આંકડો લોકોની સંખ્યા નથી પણ કુલ રેકોર્ડ્સની સંખ્યા છે. એક જ વ્યક્તિના અનેક લોગિન અને એક જ એકાઉન્ટના ડેટા અનેક વાર આવી શકે છે. જેમાં ફાઉલરે આ ડેટાબેઝ વિશે હોસ્ટિંગ કંપનીને જાણ કરી હતી. જેને થોડા દિવસોમાં તેને જાહેર ઍક્સેસથી બંધ કરી દીધો. પરંતુ કોઈએ આ ફાઈલો જોઈ કે ડાઉનલોડ કરી હતી કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Data Breach Records Leak Personal Data Exposure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ