બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઈત્રાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. મહુઆ મોઈત્રા પર આરોપ હતો કે તેઓ સંસદમાં સવાલ પૂછવા માટે ઉદ્યોગપતિ પાસેથી લે છે, અને એવા સવાલ પૂછે છે જેનાથી પૈસા આપનારને ફાયદો થાય. આ આરોપ બાદ એથિક્સ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ તપાસ બાદ મહુઆને દોષિત સાબિત કર્યા છે.
મહુઆએ લોકસભાની બહાર મીડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું હતું કે તેમણે સંસદમાં સવાલ પૂછવાની IDના લૉગિન પાસવર્ડ શેર તો કર્યા હતા પણ તેઓ કહી રહ્યા છે કે એવો કોઈ નિયમ નથી કે પાસવર્ડ શેર કરો એટલે સદસ્યતા રદ્દ કરી શકાય. મહુઆએ વધુમાં કહ્યું કે મોદી સરકાર મને અદાણી મામલે ચૂપ કરાવી દેવા માંગે છે.
ADVERTISEMENT
#WATCH | "This Lok Sabha has also seen the weaponization of a Parliamentary Committee. Ironically, the ethics committee was set up to serve as a moral compass for members. Instead, it has been abused egregiously today to do exactly what it was never meant to do. Which is to… pic.twitter.com/vA6Q2Nt1AT
— ANI (@ANI) December 8, 2023
ADVERTISEMENT
શુક્રવારે લોકસભામાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ એથિક્સ કમિટીના આધારે આજે એક્શન લેવા અંગે એક મોશન મૂવ કર્યો અને તે બાદ આઆ એક્શન લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભાજપના જ સાંસદ નિશિકાંત દુબેએ સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો જે બાદ મહુઆએ દુબે સામે માનહાનિનો કેસ કર્યો હતો.
#WATCH | On Mahua Moitra's expulsion as TMC MP, Congress MP Adhir Ranjan Chowdhury says, "This was done based on baseless facts and with a sentiment of revenge." pic.twitter.com/4boxeOZMfC
— ANI (@ANI) December 8, 2023
ADVERTISEMENT
મહુઆ સામે લોકસભામાં પ્રસ્તાવ પાસ થઈ ગયો, આ પહેલા પ્રસ્તાવ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, અમે અહીં ન્યાય નહીં, ચર્ચા કરી રહ્યા છીએ અને આ સદન ન્યાયાલયની જેમ કાર્ય નથી કરી રહ્યું, હું જે નિયમ છે તે હેઠળ ચર્ચા કરાવી રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH | Ethics Committee report on TMC MP Mahua Moitra | As the Lok Sabha discusses the report, TMC MP Sudip Bandyopadhyay requests that Mahua Moitra be allowed to present her side before the House.
— ANI (@ANI) December 8, 2023
He says, "...What I propose - my party's spokesperson will be Mahua Moitra… pic.twitter.com/ZYiP2AElCr
ADVERTISEMENT
નોંધનીય છે કે જ્યારે કોઈ સાંસદ સામે કોઈ ફરિયાદ આવે ત્યારે એથિક્સ કમિટી પાસે અધિકાર હોય છે કે તે આરોપોની તપાસ કરે. જેમાં કોઈ પણ સાંસદ સામે અન્ય સાંસદ લેખિતમાં ફરિયાદ અને પૂરાવા પણ આપી શકે. આ કમિટીમાં કુલ 15 સદસ્ય હોય છે. જે સાંસદ પર આરોપ હોય તે સાંસદને પણ પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવામાં આવે છે.
જોકે આ કેસમાં મહુઆને તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પૂર્ણ સમર્થન મળી રહ્યું છે. સદસ્યતા રદ્દ થયા બાદ સોનિયા ગાંધી સહિત તમામ સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. લોકસભાની કાર્યવાહી 11 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.