બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મહિન્દ્રાએ લોન્ચ કરી નવી BE6 Sporteq EV, ફ્લાઇટ કેબિન જેવું ઇન્ટિરિયર અને Gemini AI ની તાકાત
6 ફોટો ગેલેરી
Last Updated: 09:29 PM, 16 August 2026
1/6
Mahindra એ Scorpio Lifestyler ના સફળ લોન્ચ બાદ ભારતીય માર્કેટમાં પોતાની નવી આકર્ષક ઇલેક્ટ્રિક SUV BE6 Sporteq રજૂ કરી છે. BaaS (Battery as a Service) ઓપ્શન સાથે આ કારની શરૂઆતી કિંમત ₹11.45 લાખ રાખવામાં આવી છે, જ્યારે BaaS વિના તેની કિંમત ₹19.45 lakh થી શરૂ થાય છે. આ નવા Sporteq વર્ઝનમાં એક્સટીરિયર ડિઝાઇન સુધારા ઉપરાંત ટેક્નોલોજી અને ડેશબોર્ડ લેઆઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. કંપનીએ તેને Launch Edition અને BE6 Freedom Edition જેવા ખાસ મોડેલ્સ સાથે રજૂ કર્યું છે.
2/6
BE6 Sporteq Launch Edition નું એક્સટીરિયર ડિઝાઇન સ્ટાન્ડર્ડ BE6 જેવું જ રાખવામાં આવ્યું છે, પરંતુ તેમાં નવો પેઇન્ટ શેડ અને પાછળના ભાગે 'Launch Edition' નો બેજ આપવામાં આવ્યો છે. આ બાઇકની મુખ્ય ખાસિયત એ છે કે તેના ટેઇલગેટ પર રિઅર લાઇટ્સની મદદથી મેસેજ ડિસ્પ્લે કરી શકાય છે. બીજી તરફ Freedom Edition માં અલગ ઓરેન્જ પેઇન્ટ સ્કીમ મળે છે.આ EV ને કુલ 12 કલર ઓપ્શન્સ અને 8 વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. ચાર નવા કલર્સમાં Rosso Impulso, Ruby Velvet, Graphite Storm અને Firestorm Orange Satin નો સમાવેશ થાય છે.
3/6
મહિન્દ્રા BE6 Sporteq (Mahindra BE6 Sporteq) ના વિવિધ વેરિઅન્ટ્સ મુજબ તેની એક્સ-શોરૂમ કિંમતો (₹ લાખમાં) અલગ-અલગ બેટરી પેક વિકલ્પો સાથે આવે છે. 59 kWh BaaS (બેટરી એઝ અ સર્વિસ) વિકલ્પમાં ONE વેરિઅન્ટ ₹11.45 લાખ અને TWO વેરિઅન્ટ ₹12.95 લાખની કિંમતે ઉપલબ્ધ છે. જ્યારે BaaS વગરના સ્ટાન્ડર્ડ 59 kWh વેરિઅન્ટમાં ONE ની કિંમત ₹19.45 લાખ, TWO ની ₹20.95 લાખ અને THREE વેરિઅન્ટની કિંમત ₹21.95 લાખ રાખવામાં આવી છે. વધુ ક્ષમતા ધરાવતા 70 kWh બેટરી પેક વિકલ્પમાં THREE વેરિઅન્ટ ₹22.95 લાખ અને THREE+ વેરિઅન્ટ ₹23.95 લાખની કિંમતે મળે છે. આ સિવાય સૌથી મોટા 79 kWh બેટરી પેકની વાત કરીએ તો, FE વેરિઅન્ટ ₹24.45 લાખ અને THREE+ વેરિઅન્ટ ₹24.95 લાખમાં ઉપલબ્ધ છે, જ્યારે FOUR, LAUNCH EDITION અને FE FOUR જેવા ટોપ વેરિઅન્ટ્સ ₹26.95 લાખની સમાન કિંમતે આવે છે. આ ઈલેક્ટ્રિક એસયૂવી (EV) ની મુખ્ય ખાસિયત તેનું ફ્લાઇટ કેબિન જેવું અત્યાધુનિક હાઇ-ટેક ઇન્ટિરિયર અને તેમાં આપવામાં આવેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત Gemini AI ફીચર છે, જે ડ્રાઇવિંગ અનુભવને વધુ આધુનિક અને આરામદાયક બનાવે છે.
4/6
TEQ_Me: ડ્રાઇવરને ઓળખીને તેનો પર્સનલ પ્રોફાઇલ ઓટોમેટિક લોડ કરે છે. TEQ_Talk: આ સિસ્ટમ Google Gemini AI સાથે સજ્જ છે, જે બુદ્ધિપૂર્વક વોઇસ કમાન્ડ પ્રોસેસ કરે છે. TEQ_xting: ટેઇલગેટ ડિસ્પ્લે પર પોતાની પસંદગીનો મેસેજ મોકલવાની સુવિધા આપે છે. TEQ_Drive: તેમાં કસ્ટમ ડ્રાઇવ મોડ્સ, Tribe Drive, Drift Mode અને Acceleration Boost જેવા ફીચર્સ મળે છે. Revive SOS: બેટરી 0 percent થઈ જાય ત્યારે પણ આ ફીચર 13 km સુધીની વધારાની ઇમરજન્સી એનર્જી પૂરી પાડે છે જેથી નજીકના ચાર્જર સુધી પહોંચી શકાય. (આ ફીચર કારની લાઈફટાઈમમાં 5 વખત વાપરી શકાય છે).
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ