mahesana kadi woman buying fruit young women theft purse,
VIDEO /
માર્કેટમાં ખરીદી કરવા જતાં હોવ તો સાચવજો! કડીની બજારમાં મહિલા સાથે જે બન્યું તે જાણી ચોંકી જશો, જુઓ CCTV
Team VTV05:54 PM, 26 Jun 22
| Updated: 08:29 PM, 26 Jun 22
કડીની બજારમાં મહીલા ફ્રૂટ ખરીદી રહી હતી. આ વેળાએ બે બુકાનીધારી યુવતીઓ મહીલાના પર્સની ચોરી કરી નાશી છૂટી હતી.
કડીમાં ફળ ખરીદતી મહિલાના પર્સની ચોરી
22 હજાર રોકડા ચોરાઈ ગયા
બે બુકાનીધારી યુવતીઓ મહિલાનું પર્સ ચોરી ગયા
એક સમયના શાંત ગણાતા મહેસાણાના કડીમાં હવે ગુનાહિત પ્રવુતિઓમાં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે કડીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ભરબજારે ફળ ખરીદી રહેલી મહીલાના બેગમાંથી બે બુકાનીધારી યુવતીઓ પર્સ સરવી છૂમંતર થઇ ગઈ હતી. આ મામલો બહાર આવતા બજારમાં દેકારો બોલી ગયો હતો. પર્સમાં 22 હજાર રૂપિયા હોવાનું મહીલાએ જણાવ્યુ હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
બે બુકાનીધારી યુવતીઓએ પર્સની કરી ચોરી
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર કડીના ગોવિંદપુરા ગામે રહેતી મહીલાના સબંધી કલોલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેને રૂપિયાની જરૂરિયાત ઊભી થઇ હતી. જેથી મહિલા રૂપિયા અપાવા જઈ રહી હતી. આ દરમિયાન કડીની મુખ્ય બજારમાં ખરીદી અર્થે મહિલા ગઈ હતી. ત્યાં બે બુકાનીધારી યવતીઓ આ મહિલાના પાછળ-પાછળ આવી હતી. અને ગણતરીની સેકન્ડમાં જ મહીલાના બેગમાં રહેલા 22 હજાર રૂપિયા ભરેલ પર્સની ચોરી કરી ધીમે પગલે નાશી છૂટી હતી. ત્યારબાદ ફ્રૂટ ખરીદી લીધા બાદ મહીલા રૂપીયા આપવા પર્સમાં હાથ નાખતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ચોરી થઇ હોવાનું મહીલાને ભાન થયું હતું. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
કડી પોલીસમાં ફરિયાદ કરાઇ
આ મામલે મહિલાએ પોતાના પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. જેને લઈને ચોરીની ફરિયાદ કરવા પરિવારજનો કડી પોલીસ મથકે ગયા હતા. જ્યાં સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ પોલીસે માત્ર અરજી લઈ સંતોષ માની લિધો હોવાની પણ મહિલાના પરિવારજનોમાં રાવ ઉઠી હતી.