ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગર નહીં, રાજ્યના આ શહેરમાં યોજાશે પ્રથમ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ', આ દેશો થશે સહભાગી

મહત્ત્વપૂર્ણ સમિટ / ગાંધીનગર નહીં, રાજ્યના આ શહેરમાં યોજાશે પ્રથમ 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ', આ દેશો થશે સહભાગી

Published By: Vishal Dave

Last Updated: 02:51 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ મહત્ત્વપૂર્ણ સમિટમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો અને ઉદ્યોગ જગતના આગેવાનો ભાગ લેશે.

ADVERTISEMENT

મહેસાણા શહેર 9 અને 10 ઓક્ટોબરના રોજ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટની પ્રથમ કોન્ફરન્સનું યજમાન બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ મહત્ત્વપૂર્ણ સમિટમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો અને ઉદ્યોગ જગતના આગેવાનો ભાગ લેશે. જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ જેવા દેશો તેમના પ્રતિનિધિઓને સમિટમાં મોકલવાના છે, જે ગુજરાતના ઉદ્યોગ અને વિકાસમાં વિશ્વ વ્યાપી રસનો સંકેત આપે છે.આ રીજનલ સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ક્ષેત્રીય વિકાસને વેગ આપવો, નવી રોકાણની તકો શોધવી અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવો છે.

સમિટ દરમિયાન B2B મીટિંગ્સ, પેનલ ચર્ચાઓ અને વિશિષ્ટ સેક્ટર પર પ્રેઝન્ટેશન્સ યોજાશે, જે દેશી અને વિદેશી રોકાણકારો વચ્ચે સહકારનું મંચ પૂરું પાડશે. આ સમિટ મહેસાણામાં રાખવાનું કારણ એ છે કે મહેસાણા હવે કૃષિ, ડેરી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતના વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજન પૂર્વે રાજ્યના ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી તા. ૯ અને ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.

આ પણ વાંચોઃ રાજકોટ: ચુવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી, સરકારમાં પ્રતિનિધિત્વ માટે મૂકી માંગ

ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આર્ત્મનિભરતા સાથે લીડર બનાવવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ધ્યેય છે. . ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે. એટલું જ નહીં, ક્વોલીટી પ્રોડક્ટથી તે જિલ્લાની બ્રાન્ડ ઈમેજ ઊભી થશે અને વિકાસનો સાચો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Regional Summit Vibrant Gujarat International Delegates

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ