બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Mahavirat 'Sparsh Mohotsav' of Jain Samaj will be held in Ahmedabad

ભવ્ય આયોજન / 1500 ફૂટ પહોળો, 70 ફૂટ ઊંચો ગેટ: 15 જાન્યુઆરીથી અમદાવાદમાં યોજાશે જૈન સમાજનો મહાવિરાટ 'સ્પર્શ મહોત્સવ', જુઓ PHOTOS

Malay

Last Updated: 02:54 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજનો મહાવિરાટ 'સ્પર્શ મહોત્સવ' યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં CA અને ડોક્ટર્સ સહિતના 40 હજાર સ્વયંસેવકો સેવા આપશે.

 

  • અમદાવાદમાં જૈન સમાજનો મહાવિરાટ 'સ્પર્શ મહોત્સવ યોજાશે
  • સ્પર્શ મહોત્સવ 15થી 26 જાન્યુઆરી સુધી ચાલશે
  • અનેક પ્રતિકૃતિઓ સાથે આકર્ષણના કેન્દ્રો પણ જોવા મળશે
  • 25000 લોકો એકસાથે બેસી ભોજન કરી શકે તેવી વ્યવસ્થા

અમદાવાદમાં એક મહિનાથી ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ બાદ વધુ એક ધાર્મિક મહોત્સવનો 15 જાન્યુઆરીથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.  અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પદ્મ ભૂષણ અને જૈન સમાજના ગુરુ શ્રી રત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તક વિમોચન નિમિત્તે 15થી 26 જાન્યુઆરી દરમિયાન 'સ્પર્શ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજરી આપશે. 

1500 ફૂટ પહોળો 70 ફૂટ ઉંચો શાહી પ્રવેશદ્વાર કરાયો તૈયાર
સ્પર્શ મહોત્સવમાં 1500 ફૂટ પહોળો 70 ફૂટ ઉંચો શાહી પ્રવેશદ્વાર બંગાળી કારીગરો દ્વારા તૈયાર કરાયો છે. મહોત્સવમાં અનેક પ્રતિકૃતિઓ સાથે આકર્ષણના કેન્દ્રો પણ જોવા મળશે અને મહોત્સવનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મહોત્સવમાં 3 દિવસની શિબિરમાં જોડાશે. 

CA અને ડોક્ટર્સ સહિતના 40 હજાર સ્વયંસેવકો સેવા આપશે 
GMDC ગ્રાઉન્ડ ખાતે બે દિવસ બાદ એટલે કે 15મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા જૈન સમાજના સૌથી મોટા સ્પર્શ મહોત્સવમાં CA અને ડોક્ટર્સ સહિત 40 હજાર સ્વયંસેવક સેવા આપશે. આ મહોત્સવમાં 500થી વધુ સ્વયંસેવકો ધર્મશાળા, હોટેલ તેમજ ઉતારા વ્યવસ્થા માટે સેવા આપશે.

સ્પર્શ મહોત્સવમાં મિની હોસ્પિટલની પણ વ્યવસ્થા
આ ઉપરાંત બહારગામથી આવતા જૈનાચાર્ય, સાધુ-સાધ્વજીઓની સેવામાં 200 જેટલા વિહાર ગ્રુપના સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે. સ્પર્શ મહોત્સવમાં એક આધુનિક ટેક્નોલોજીવાળી મિની હોસ્પિટલની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. જેમાં 25 ડોક્ટરો સહિત 50થી વધુ મેડિકલ સ્ટાફ 24 કલાક સેવા આપશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળ પર 3 એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે.  

છેલ્લા 3-3 વર્ષથી કરવામાં આવ્યું છે માઈક્રો પ્લાનિંગ
અમદાવાદ ખાતે યોજવા જઈ રહેલા આ કાર્યક્રમ માટે સમિતિ તરફથી છેલ્લા 3-3 વર્ષથી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલાથી જ મહોત્સવમાં લોકોને આમંત્રણ આપવા માટે 2 હજારથી વધારે સોશિયલ મીડિયા ગ્રુપ શરૂ કરી દેવામાં આવ્યા છે.

સ્પર્શ મહોત્સવમાં આકર્ષણના કેન્દ્રો 
- 90 એકરમાં આયોજન
- 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઉંચો શાહી એન્ટ્રી ગેટ
- ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ
- ધર્મ ગુરુ-સંતોના પ્રવચન સાંભળવા 25000ની કેપેસિટીવાળા ટેન્ટ
- 25000 લોકો એકસાથે બેસી ભોજન કરી શકે તેવી વ્યવસ્થા
- 4 ભાગોમાં વિવિધ પ્રકારની ગેલેરીઓ
- 250-250 લોકોની ક્ષમતાવાળા 2 થિયેટરો બનાવાયા
- બાળકો માટે બાળનગરી
- બાળકો માટે ફન ઝોન
- મેદાનમાં સરસ્વતી અને લક્ષ્મી દેવીનું મંદિર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ