ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / maharashtra man going office riding on horse due to petrol price hike

વાહ ભાઈ વાહ / ખભ્ભે થેલો અને ઘોડા પર સવાર થઈને દરરોજ ઓફિસે જઈ રહ્યો છે આ શખ્સ, આ નવો આઈડીયા તમને પણ ગમશે

Published By: Pravin

Last Updated: 02:41 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર અથવા બાઈક કાં તો સાયકલ લઈને લોકો ઓફિસે જતાં હોય છે. શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, ઘોડો લઈને કોઈ ઓફિસે જતું હોય ? જો કે, આવું મહારાષ્ટ્રમાં બન્યું છે.

ADVERTISEMENT

  • આ ભાઈએ મોંઘવારીથી બચવાનો નવો આઈડીયા લાવ્યા
  • બાઈકની જગ્યાએ ઘોડા પર જાય છે ઓફિસે
  • બાઈક કરતા ખૂબ જ સસ્તુ પડ્યું

કાર અથવા બાઈક કાં તો સાયકલ લઈને લોકો ઓફિસે જતાં હોય છે. શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, ઘોડો લઈને કોઈ ઓફિસે જતું હોય ? મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતો શખ્સ યુસુફ આજકાલ પોતાના ખભ્ભે બેગ લગાવીને ઘોડા પર સવાર થઈને ઓફિસે જાય છે. આ તેનો શોખ નહીં પણ મજબૂરી છે, સતત વધી રહેલા પેટ્રોલના ભાવથી તંગ આવીને તેણે પોતાના બાઈકની જગ્યાએ ઘોડા પર સવાર થઈને ઓફિસ જવાનું વિચાર્યું.

પેટ્રોલના ભાવ વધતાં ઘોડા પર જવાના લાગ્યો

શેખ યુસુફ,  વાઈબી ચૌહાણ કોલેજ ઓફ ફાર્મસીમાં લેબ આસિસ્ટેંટ તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવથી કંટાળીને તેણે ઘોડા પર જવાનું નક્કી કર્યું છે. આ સવારી ખૂબ જ સસ્તી લાગે છે. યુસુફનું ઘર અને કોલેજ વચ્ચે 15 કિમીનું અંતર છે. પહેલા તે રોજ બાઈકથી ઓફિસે જતો હતો. પણ પેટ્રોલનો ખર્ચો વધી જતાં તકલીફો આવવા લાગી.

 

40 હજારનો ઘોડો ખરીદી લીધો

યુસુફનું કહેવુ છે કે, થોડા મહિના પહેલા તેનું બાઈક ખરાબ થઈ ગયું. લોકડાઉના કારણે પબ્લિક ટ્રાંસપોર્ટની સુવિધા પણ નહોતી.. પેટ્રોલના વધતાં ભાવના કારણે તેણે બાઈક રિપેર કરવાનું માંડી વાળ્યું. તેની જગ્યાએ તેણે 40 હજારનો એક ઘોડો ખરીદી લીધો.

બાઈક કરતા ઘોડા પર જવાનું ખૂબ સસ્તુ પડ્યું

યુસુફે પોતાના ઘોડાનું નામ જિગર રાખ્યું છે. હવે તે દરરોજ પોતાના જિગર પર સવાર થઈને કોલેજ જાય છે અને આવે છે. યુસુફના જણાવ્યા અનુસાર જિગર એક કાઠિયાવાડી નસ્લનો ઘોડો છે. તેની ઉંમર ચાર વર્ષ છે. ઘોડા પર ઓફિસ જવાનું, બાઈક પર જવા કરતા ખૂબ જ સસ્તુ પડે છે. સાથે જ ઘોડેસવારી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Horse Maharashtra Petrol price ઓફિસ ઘોડેસવારી પેટ્રોલ બાઈક મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ