ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / "Maharashtra, Kalyan railway station, waterlogged, rain,city

મેઘમહેર / ભારે વરસાદથી મુંબઇ ફરી 'ડૂબ્યું', ઘરથી બહાર ના નિકળવાની સલાહ, 6 ટ્રેનો રદ

Published By: Krupa

Last Updated: 11:01 AM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇ વાસીઓને વરસાદથી રાહત મળે એવું શક્યતા બની રહી નથી. ભારતીય હવામાન વિભાગે ચેતવણી જારી કરતાં કહ્યું છે જરૂરી કામ વગર ઘરની બહાર નિકળશો નહીં.

ADVERTISEMENT

મુંબઇમાં ભારે વરસાદથી હાહાકાર મચી ગયો છે. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હાલ મુંબઇ વાસીઓને વરસાદથી રાહત મળે એવું લાગી રહ્યું નથી. ભારતીય હવામાન વિભાગે જરૂરી કામ વગર ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે 6 ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે તો કેટલાક રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. 

હવામાન વિભાગ તરફથી શનિવાર રાતે જ ભારે વરસાદના સંકેત આપ્યા હતા. રવિવાર સવારથી ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. કલ્યાણ રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ડૂબી ગયો છે. તો બીજી બાજુ સાંતાક્રૂઝ અને નાગપાડામાં પાણી ભરાઇ જવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. 
થાણે, પાલઘર, રાયગડ, રત્નગિરી અને સિંધુદુર્ગ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત જોરથી ફૂંકાતા પવન પણ આફત બન્યા છે. 

જણાવી દઇએ કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. શનિવારે નવી મુંબઇ સ્થિત પાંડવકડા ફૉલમાં ચાર વિદ્યાર્થીનીઓ ડૂબી ગઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai national કલ્યાણ રેલવે સ્ટેશન મુંબઇ વરસાદ Heavy Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ