બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું કે હોસ્પિટલથી વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા (VTM) ના માધ્યમથી સ્વૈબ (Swab) (કોરોના સેમ્પલ) એકઠ્ઠા કરવાના માટે હવે 2,200 રૂપિયા કિંમત લેવામાં આવશે, જ્યારે ઘરેથી કોરોનાનું સેમ્પલ (સ્વેબ) લેવા માટે 2,800 રૂપિયા લેવામાં આવશે. આ પહેલા આ સ્વેબની કિંમત ક્રમશઃ 4,500 અને 5,200 રૂપિયા હતી.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે સુધારેલા દરો વધારે છે જેને લેબ વસૂલી શકે છે. જિલ્લાઅધિકારીઓ કિંમત વધારે ઘટાડવા ખાનગી લેબ સાથે વાતચીત કરી શકે છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે જો ખાનગી લેબ જો નક્કી કરેલી રકમ કરતાં વધારે વસૂલ કરે છે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે નવી કિંમતો દેશમાં સૌથી ઓછી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં કોવિડ-19 પરીક્ષણમાં રાજ્યમાં 91 લેબ છે અને અંદાજે 4 થી 5 જલ્દી તૈયાર થશે.
આરોગ્ય મંત્રીના જણવ્યાં અનુસાર ગત અઠવાડિયામાં પ્રમાણિત ખાનગી લેબ દ્વારા કરવામાં આવી રહેલ કોવિડ-19 પરિક્ષણની કિંમતો નક્કી કરવાને લઇને ચાર સભ્યોની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જ્યાં સરકાર દ્વારા સંચાલિત લેબમાં આ પરીક્ષણ મફત થાય છે. ત્યારે ICMR દ્વારા ખાનગી લેબમાં કોરોનાની ટેસ્ટિંગ માટે 4,500 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવીહતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.