બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / maharashtra government formation ncp sharad pawar opposition shiv sena

રાજનીતિ / શિવસેનાના માટે ખરાબ સમાચાર, કોંગ્રેસ બાદ NCP તરફથી પણ મળ્યો આ ઝટકો

Published By: Hiren

Last Updated: 05:18 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાની મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેમનો પક્ષ વિપક્ષમાં બેસશે. તેમણે કહ્યું કે જનતાએ અમને વિપક્ષ તરીકે પસંદ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં બેસીશું. ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતને મળ્યાં બાદ તેમણે કહ્યું હતું કે રાઉતે મને મળ્યા હતા, પરંતુ શિવસેના વિશે કોઈ વાત થઈ નથી.

  • સોનિયા ગાંધીના ઘરે બેઠક યોજાઇ હતી
  • સંજય રાઉત પવારને મળ્યા
  • નવાબ મલિકે કહ્યું કે તેમની પાર્ટી માટે કોઈ અછૂત નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પણ શિવસેનાને ટેકો આપવાના મૂડમાં નથી. કોંગ્રેસ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે. અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કહેતા આવ્યા છે કે જો શિવસેના સમર્થન માંગવા આવે તો અમે તેના પર વિચાર કરીશું. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ શિવસેનાને સમર્થન આપવા અંગે નિવેદન આપ્યું હશે, પરંતુ પાર્ટીનું નેતૃત્વ તેની વિરુદ્ધ છે.

સોનિયા ગાંધીના ઘરે બેઠક યોજાઇ હતી

શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને શિવસેનાને સમર્થન આપવા કોંગ્રેસની એક બેઠક મળી હતી. રાજ્યના સ્થાનિક નેતાઓનું માનવું છે કે પાર્ટીએ શિવસેનાને સરકાર બનાવવા માટે ટેકો આપવો જોઈએ, પરંતુ કોંગ્રેસ નેતૃત્વ ઉતાવળથી કોઈ નિર્ણય લેવા ઈચ્છતી નથી.

સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણ, બાલાસાહેબ થોરાત, મનીરોવ ઠાકરે અને પૃથ્વીરાજ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સામેલ બાલાસાહેબ થોરાટે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ પછી અમારે સોનિયા ગાંધીને બધુ જાણ કરવાની હતી. એટલે આજે અમે તેમને વિધાનસભાની ચૂંટણીના તમામ અહેવાલો આપ્યા છે. અમે ઘણી ચર્ચા કરી. થોરાટે કહ્યું કે અમે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું.

સંજય રાઉત પવારને મળ્યા

ગુરુવારે શિવસેના વિધાનસભા પક્ષની બેઠક બાદ સંજય રાઉતે એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ રાજકીય વર્તુળમાં ચર્ચાઓએ જોર પકડવાનું શરૂ કર્યું. સંજય રાઉત તરફથી આ મુલાકાતને દિવાળીની શુભેચ્છા બેઠક જણાવાઈ પરંતુ આ મેસેજ આગળ સુધી ગયો. સૂત્રો અનુસાર મોડી રાતે ઉદ્ધવ ઠાકરેએ પણ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી પરંતુ પવારે પોતાના અગાઉના જવાબની જેમ કહ્યું હતું કે અમે વિપક્ષમાં જ બેસીશું.

નવાબ મલિકે શું કહ્યું?

મુખ્યમંત્રીના અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા ઝગડા વચ્ચે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે તેમની પાર્ટી માટે કોઈ અછૂત નથી. મલિકે કહ્યું કે જો ભાજપ અને શિવસેના સરકાર નહીં બનાવે તો એનસીપી સરકાર રચવાનો રસ્તો શોધી કાઢશે. તેમણે કહ્યું કે ભાજપ રાજ્યપાલ શાસન અને અન્ય વિકલ્પોની વાત કરે છે, પરંતુ તેની માટે ચૂંટણી યોજવામાં આવી ન હતી. એનસીપીના પ્રવક્તાએ કહ્યું કે કંઈ પણ શક્ય છે. શિવસેના પર નરમ વલણ અપનાવતા મલિકે કહ્યું હતું કે શિવસેનાએ લાંબા સમયથી અન્યાય જોયો છે અને તે લોકોએ પણ જોયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Government NCP Shiv Sena મહારાષ્ટ્ર politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ