બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Maharashtra CM Eknath Shinde is the original president of Shiv Sena

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગયા કામથી ! CM શિંદે ચૂંટાયા શિવસેનાના સેનાપતિ, પહેલી કારોબારીમાં લેવાયા મોટા નિર્ણય

Dinesh

Last Updated: 11:24 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના અધ્યક્ષ બનાવાયાં છે.

  • મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અસલી શિવસેનાના અધ્યક્ષ
  • શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય
  • શિંદ જૂથને અસલી શિવસેના તરીકેની માન્યતા મળી 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી. આ બેઠકમાં એકનાથ શિંદેને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમને ખાસ વાત જણાવી દઈએ કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે તેમના જૂથને અસલી શિવસેના તરીકેની માન્યતા આપી છે અને તેમને 'ધનુષ અને તીર'નું ચૂંટણી ચિન્હ પણ આપ્યું છે. આ બેઠકમાં શિવસેનાના ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓએ પણ હાજર રહ્યાં હતો.

ઉદય સામંતે શું કહ્યું
મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે, આજે અમે મુખ્યમંત્રી એકનાથ શિંદેના અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં એકનાથ શિંદેને અમારી શિવસેના પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમજ અમે સૌ તેમને શિવસેનાના નેતા તરીકે સ્વીકારીએ છીએ. આ બેઠકમાં સરકાર દ્વારા છેલ્લા છ મહિનામાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉદય સામંતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ચર્ચાઓ ચાલી રહી છે કે, હવે ઠાકરે જૂથની સંપત્તિ અને ભંડોળનો દાવો કરવામાં આવશે અને તેમની ઓફિસો પર કબજો કરવામાં આવશે આવું કંઈ થવાનું નથી. તેમણે કહ્યું કે,બેઠકમાં શિંદેએ કહ્યું છે કે, બાળાસાહેબ ઠાકરેના વિચારો જ અમારી સંપત્તિ છે. 
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી થયું કે શિવસેના વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરશે. આ સાથે નોકરીમાં 80 ટકા જગ્યાઓની પસંદગી માટે રાજ્યના મુળ નિવાસીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. 

ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટ પહોચ્યું
એક તરફ ચૂંટણી પંચ શિંદે જૂથને સાચી શિવસેના માની છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચના આદેશને રદ્દ કરવા વિનંતી કરી છે. જે મામલે કોર્ટ બુધવારે બપોરે 3.30 વાગ્યે સુનાવણી હાથ ધરશે. શિંદેએ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી શિવસેનાના બંને જૂથો એક એકનાથ શિંદે અને બીજો ઉદ્ધવ ઠાકરે પક્ષ પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. 

શિંદે જૂથમાં ધારાસભ્યોને મળ્યા હતા વધુ મત
 ચૂંટણી પંચના શિંદે જૂથને અસલી શિવસેના તરીકે ગણવાના નિર્ણય બાદ ફરી નવો વળાંક સામે આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, શિંદે જૂથમાં જે ધારાસભ્યો છે તેમને 2019ની  વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોને લગભગ 76 ટકા મત મળ્યા હતા જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને 23.5 ટકા મત મળ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે નારાજગી વ્યક્ત કરી
ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરી હતી અને આક્ષેપ લગાવ્યો હતો કે તેમની પાસેથી બધું જ ચોરી લીધું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચને ભંગ કરી દેવું જોઈએ અને ચૂંટણી કમિશનરો લોકો દ્વારા ચૂંટવવા જોઈએ. તેમણે કહ્યું ચૂંટણી પંચને પાર્ટી ફંડ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ