બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mahant Dilipadasji Maharaj can become the President of Akhil Bharatiya Sant Samiti
Last Updated: 01:01 PM, 6 September 2023
ADVERTISEMENT
મહંત દિલીપદાસજી મહારાજ : સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે.
ADVERTISEMENT
અમદાવાદના જગવિખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને હવે મોટી જવાબદારી મળી છે. વિગતો મુજબ સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.