બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / Mafiosos are spying on mining officials in Panchmahal, sharing live location on WhatsApp

ઘટસ્ફોટ / પંચમહાલમાં માફીયાઓ કરી રહ્યાં છે ખાણ-ખનીજ અધિકારીઓની જાસૂસી, વોટ્સએપમાં શેર કરાય છે લાઇવ લોકેશન

Vishal Khamar

Last Updated: 05:06 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલમાં ખાણ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ થતા સરકારી બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું છે.

  • પંચમહાલમાં ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ
  • ખનીજ માફીયાઓ અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરતા હોવાનો થયો ઘટસ્ફોટ
  • વોટ્સએપ ગ્રુપની તપાસ કરી તમામ ખનીજ માફિયાઓને ઝડપી કાર્યવાહી કરવાની માંગ

 છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. જેમાં પંચમહાલમાં ખાણ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન પણ ટ્રેસ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ માફીયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. તેમાં અધિકારીઓનાં લોકેશન પણ શેર કરાતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.  

ખનીજ માફીયાઓ અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર કરતા હોવાનો ધડાકો
ખનીજ માફીયાઓ દ્વારા અધિકારી ઓફીસથી કઈ બાજુ જઈ રહ્યા છે. તેમજ દરોડા પાડતી વખતે અધિકારી ક્યાં પહોંચ્યા. તેવી તમામ માહિતી ગ્રૂપમાં માફિયાઓ શેર કરી રહ્યા છે. તેમજ અધિકારીઓની કાર કઈ બાજુ ગઈ તેની માહિતી ગ્રુપમાં ઓડિયો મુકી શેર કરવામાં આવતી હતી. ત્યારે ખનીજ માફીયાઓ દ્વારા ખાણ-ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે. 

દરોડાની કાર્યવાહીથી બચવા અધિકારીઓનાં લોકેશન ગ્રુપમાં શેર કરાય છે
તેમજ ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીની કાર પાછળ માણસ રાખી સતત લાઈવ લોકેશન વોટ્સએપમાં શેર કરવામાં આવતા હતા. તેમજ ઓડિયો દ્વારા અધિકારીનું લોકેશન મોકલી દરોડાની કાર્યવાહીથી બચી ખનીજ માફીયાઓને લોકેશન મોકલી સાવચેત કરી દેવામાં આવે છે. VTV NEWS પાસે ખનીજ માફિયાઓનાં ગ્રુપનાં ઓડિયો મેસેજ છે. તેમજ ઓડિયોમાં ગોધરાનાં SDM, હાલોલનાં SDM ની હિલચાલ અંગેની માહિતી પણ શેર કરાઈ હતી. 
 

અધિકારીઓની સુરક્ષા મોટો પડકાર
ખનીજ માફીયાઓ દ્વારા બનાવવામાં આવેલ ગ્રુપમાં પુરવઠા અધિકાર, ઘોઘંબા મામલતદારનું લોકેશન પણ ગ્રુપમાં શેર કરાયું હતું. અધિકારીઓની જાસૂસીને લઈ હવે અધિકારીઓની સુરક્ષા અને ખનીજ ચોરી સામે મોટો પડકાર છે. ત્યારે હવે વોટ્સએપ ગ્રુપની તપાસ કરી તમામ ખનીજ માફિયાઓને ઝડપી લેવા માંગ ઉઠી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ