બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / Madhya Pradesh Exit Poll 2023 predict bjp may cross 160 in mp

Exit Poll / જ્યાં સૌથી અઘરું લાગતું હતું ત્યાં જ ભાજપની ધમાકેદાર જીતનું અનુમાન, છેલ્લી ઘડીએ કઈ રીતે પલટાઈ ગઈ બાજી!

Arohi

Last Updated: 08:18 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Exit Poll 2023: મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે તો 2 સર્વે એજન્સિઓના અનુમાનને બધાને ચોંકાવી દીધા છે.

  • 3 ડિસેમ્બરે છે 5 રાજ્યોના ચુંટણી પરિણામ 
  • આ રાજ્યમાં ભાજપની ધમાકેદાર જીતનું અનુમાન
  • છેલ્લી ઘડીએ કઈ રીતે પલટાઈ ગઈ બાજી! 

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે. 20 વર્ષથી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીને એક વખત ફરી 5 વર્ષ માટે તક મળશે કે પછી કોંગ્રેસની જીત થશે? આ તો રવિવારે મતગણતરી બાદ જ નક્કી થશે. હાલ એક્ઝીટ પોલે બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર કરી નાખ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો 2 સર્વે એજન્સિઓના અનુમાને બધાને ચોંકાવી દીધા છે. 

બે એક્ઝિટ પોલ્સ પર નજર કરીએ તો શિવરાજ સિંહ ચોહાનની આગેવાનીમાં ભાજપ સરકાર વિરૂદ્ધ નહીં પરંતુ તેના સમર્થનમાં જોરદાર લહેર હતી. આ બન્ને એક્ઝિટ પોલ્સે ભાજપના 160 પાર જવાની ભવિષ્યવાણી કરી છે. જો આમ થશે તો રાજ્યમાં ભાજપ સૌથી મોટી જીતની નજીક પહોંચી જશે. ભાજપને 2003માં 173 સીટો પર જીત મળી હતી. જે તેના માટે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ટ પરિણામ છે. 

ફરી બની શકે છે ભાજપ સરકાર 
એક એક્ઝિટ પોલના અનુમાન અનુસાર મધ્ય પ્રદેશમાં એક વખત ફરી ભાજપની સરકાર બની શકે છે તે પણ ઔતિહાસિક બહુમતીની સાથે. એજન્સીનું કહેવું છે કે ભાજપને 140થી 162 સીટો મળી શકે છે. કોંગ્રેસને 68-90 સીટો મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. અન્ય ખાતામાં 1-5 સીટો જવાનું અનુમાન છે. 

અન્ય એક એક્ઝિટ પોલની ભવિષ્યવાણી 
એક અન્ય એક્ઝિટ પોલે પણ ભાજપના 160 પાર જવાની ભવિષ્યવાણી કરી છે. ગુરૂવારે સાંજે આવેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપને 139-163 સીટો પર જીત મળી શકે છે. કોંગ્રેસને 62-86 સીટોથી સંતોષ કરવો પડી શકે છે. અન્યને 1-9 સીટો પર જીત મળી શકે છે. 

બન્ને એક્ઝિટ પોલ સાચા પડ્યા તો શું થશે? 
રાજનૈતિક વિશ્લેષણોનું માનવું છે કે ભાજપને જો આ પ્રકારની એકતરફી જીત મળે છો તો તેનું સૌથી મોટુ કારણ શિવરાજ સિંહ ચૌહાનનું એ ગેમચેન્જર એલાન હશે જે તેમણે ચુંટણીના થોડા મહિના પહેલા કર્યું હતું. 

માનવામાં આવી રહ્યું છે કે લાડલી બહેના યોજનાનો કરોડો લોકોને મળેલા ફાયદાના કારણે અડધી આબાદીએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે. એ પણ ધ્યાન આપવાની વાત છે કે આ વખત મધ્ય પ્રદેશની ચુંટણીમાં મહિલાઓએ પુરૂષોના મુકાબલે અમુક ટકા વધારે મતદાન કર્યું છે. તેના ઉપરાંત બીજુ ફેક્ટર પીએમ મોદીને માનવામાં આવી રહ્યું છે. જેમની લોકપ્રિયતા હજુ પણ યથાવત દેખાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ