બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Luxury bus overturn accident near Hadad on Ambaji-Himatnagar highway

BIG BREAKING / અંબાજી-હિંમતનગર હાઈવે પર બસ પલટી મારતા કુલ 20 લોકો ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કોટેજમાં ખસેડાયા

Dinesh

Last Updated: 04:24 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

banaskantha news : અંબાજી-હિંમતનગર હાઈ-વે પર હડાદ પાસે લકઝરી બસ પલટી જતા 20 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

  • હિંમતનગર-અંબાજી હાઈ-વે પર અકસ્માત
  • બસ પલટી જતા 20 લોકોને ઈજા
  • હડાદ પોલીસે હાથ ધરી તપાસ 


અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી-હિંમતનગર હાઈ-વે પર અકસ્માતની ઘટના સામે આવી છે.  અંબાજી-હિંમતનગર હાઈ-વે પર હડાદ પાસે લકઝરી બસ  પલટી જતા 20 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી 
અંબાજી-હિંમતનગર હાઈ-વે પર  સર્જાયેલા અકસ્માતમાં 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. હડાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.  

ભાવનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માત
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે.  ભડભીડ ગામના પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 1નું મૃત્યુ થયું છે. તેમજ 1 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. ઉભેલા ટ્રેલર પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

જામજોધપુર રોડ પર અકસ્માત
દ્વારકાના ભાણવડ-જામજોધપુર રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અંકિત ડોડિયા નામના GRD જવાન ઈજાગ્રસ્ત થયો છે.  શિવાગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુવિધાના અભાવે ભાણવડ હોસ્પિટલે દર્દીને જામનગર રિફર કર્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ