ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / lpg price hike 14 2 kg lpg gas cylinder price hikes by 50 rupees

મોટો ઝટકો / LPG સિલેન્ડરની કિંમતમાં આવ્યો તોતિંગ વધારો, હવે 14 કિલોના બાટલા માટે આપવા પડશે 1053 રૂપિયા

Published By: Pravin

Last Updated: 09:39 AM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાં પડતા માથે પાટુ જેવી સ્થિતિ આવી રહી છે. ત્યારે હવે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

  • મોંઘવારીનો જનતા માથે વધુ ઝટકો
  • ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
  • હવે 14 કિલોના બાટલા માટે 1053 રૂપિયા આપવા પડશે

દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાં પડતા માથે પાટુ જેવી સ્થિતિ આવી રહી છે. ત્યારે હવે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં ગેસ કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈંડિયન ઓયલની વેબસાઈટ પર મળેલી જાણકારી અનુસાર, 14.2 કિલોના ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. 

આ ઉપરાંત 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 8.50 રૂપિયા ઘટી ગયા છે.  

14.2 કિલોવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડરના નવા ભાવ 6 જૂલાઈથી લાગૂ થઈ ગયા છે. એટલે કે, આજે આપ ગેસ સિલેન્ડર બુક કરાવશો તો, હવે આપને 1003ની જગ્યાએ 1053 રૂપિયા આપવા પડશે.

6 ઓક્ટોબરથી 21 માર્ચ સુધી સ્થિર હતા LPGના ભાવ

ઈંડિયન ઓયલમાંથી મળેલી જાણકારી અનુસાર, 6 ઓક્ટોબરથી લઈને 21 માર્ચ 2022 સુધી ઘરેલૂ એલપીજી સિલેન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. 

જોત જોતામાં 899.50 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગયા 

બાદમાં 22 માર્ચ 2022ના રોજ ગેસની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો થયો અને તેના ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયા. પણ મોંઘવારી અહીંથી અટકી નથી, 7 મે 2022ના રોજ ગેસની કિંમતમાં ફરી એક વાર 50 રૂપિયાનો વધારો આવ્યો છે. તે બાદ તેની કિંમત 949.50થી વધીને 999.50 રૂપિયા થયા હતા. 

મે 2022માં બે વાર વધ્યા હતા ઘરેલૂ એલપીજીના ભાવ

7મેના આ વધારાથા થોડા દિવસ બાદ એટલે કે 19મેના રોજ ફરી એક વાર ગેસના ભાવ વધ્યા છે. જો કે, આ વખતે એક સિલેન્ડર પર 3.50 રૂપિયાનો વધારો થયો અને તેના ભાવ 999.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગયા હતા, જ્યારે હવે આજે એટલે કે, 6 જૂલાઈએ ફરી 14.2 કિલોવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે અને તેના ભાવ હવે 1053 થઈ ગયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

LPG Gas Cylinder gas cylinder lpg price hike lpg gas cylinder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ