આ રીતે ઘરે બેઠા સરળતાથી જાણો તમારા ખાતામાં એલપીજીની સબ્સિડી આવી છે કે નહીં.
LPG સબ્સિડી ખાતામાં આવી કે નહીં આ રીતે કરો ચેક
જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
કયા કારણોસર રોકાય છે સબ્સિડી જાણો
એલપીજી સબ્સિડી એટલે કે રાંધણ ગેસની સબ્સિડી તમારા ખાતામાં આવી છે કે નહીં? તમે ઘરે બેઠા જ સરળતાથી ચેક કરી શકો છો. સાથે જ એ પણ જાણી શકો છો કે તમારા ખાતામાં સબ્સિડી આવી છે કે નહીં.
આ સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરી તમે સબ્સિડીની જાણકારી લઈ શકો છો.
ત્યાં જ તમે પોતાના સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરની તસ્વીર પર ક્લિક કરો
ત્યાર બાદ સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે જે તમારી ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
હવે તેની ડાબી બાજુ સાઈન ઈન અને ન્યૂ યુઝરના ઓપ્શન પર ટેપ કરો.
જો તમે પહેલાથી જ તમારૂ આઈડી બનાવી લીધુ છે તો સાઈન ઈન કરો. જો તમારૂ આઈડી નથી તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરી વેબસાઈટ પર લોગઈન કરો
હવે તમારી સામે વિન્ડો ઓપન થશે તેમાં ડાબી બાજુ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરી દો.
અહીં તમને એક જાણકારી મળશે કે તમને કયા સિલિન્ડ પર કેટલી સબ્સિડી આપવામાં આવી રહી છે અને ક્યારે આપવામાં આવી છે.
તેની સાથે જ જો તમે ગેસ બુક કર્યો છે અને તમારી સબ્સિડી અથવા પૈસા નથી મળ્યા તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરી શકો.
હવે તમે સબ્સિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ દાખલ કરી શકો છો.
આ ઉપરાંત તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર ફ્રીમાં કોલ કરી તેની ફરિયાદ દાખલ કરી શકો છો.
કયા કારણોસર રોકાઈ જાય છે સબ્સિડી
તમારી સબ્સિડી કયા કારણથી રોકાઈ ગઈ તે જાણવુ ખૂબ જરૂરી છે. LPG પર મળતી સબ્સિડી રોકાઈ જવાનું સૌથી મોટુ કારણ આધાર કાર્ડ લિંક ન કરવું હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે જે લોકોની વાર્ષિક ઈનકમ 10 લાખ રૂપિયાથી વધારે છે. તેમને પણ સબ્સિડી નથી આપવામાં આવતી.