ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:09 AM, 11 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
low blood pressure symptoms: સામાન્ય રીતે એક વ્યક્તિનું નોર્મલ બ્લડ પ્રેશર 120/80 હોવુ જોઇએ પરંતુ જો 90/60 થી નીચે થઇ જાય તો તેને હાઇપોટેંશન એટલે કે લો બીપી કહેવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણી હાનિ થઇ શકે છે.
લો બ્લડ પ્રેશનનું જોખમ
એક્સપર્ટનું કહેવુ છે કે, લો બીપી પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેમાં ચક્કર કે ઉલ્ટી થવી નોર્મલ છે પરંતુ સ્થિતિ બગડે તો કંડીશન હાર્ટ એટેક કે સ્ટ્રોક સુધી પણ જઇ શકે છે.
ADVERTISEMENT

લો બીપીના લક્ષણ
હેલ્થ એક્સપર્ટ અનુસાર, જો કોઇને ઇજા થયા બાદ વધારે લોહી વહી જવાની સમસ્યા થઇ રહી છે તો તે દર્શાવે છે કે તેને લો બીપીની સમસ્યા થઇ શકે છે.
ADVERTISEMENT
ડાયરિયા થવા
ડિહાઇડ્રેશન જેમાં સતત ઉલ્ટી થવી શરીરમાં લિક્વિડનું પણ પેટમાં ના ટકી શકે તો તેવી સ્થિતિ પણ લો બીપીનું લક્ષણ દર્શાવે છે. જેની અવગણના કરવી ભારે પડી શકે છે.
કંટ્રોલ કરો લો બીપી
કહેવાય છે કે લો બીપીમાં મીઠાવાળી વસ્તુ ખાવી જોઇએ. ચક્કર કે ઉલ્ટીનો અનુભવ થવા પર લીંબુ પાણીમાં સંચળ(કાળુ મીઠું) નાંખીને પીવાથી ફાયદો થાય છે.
ADVERTISEMENT

પાણીનો નુસ્ખો
એક્સપર્ટનું કહેવુ છે કે, પાણી પીવાની આદત આપણને લો બીપી સહિત અનેક બીમારીઓથી બચાવે છે. સવારે ખાલી પેટ પાણી પીઓ અને દિવસ દરમિયાન ઓછામાં ઓછુ 3 લિટર પાણી પીવુ જોઇએ.
ADVERTISEMENT
કેફીન વાળી વસ્તુઓ
માનવામાં આવે છે કે, કેફીન વાળી વસ્તુ જેમ કે, ચા-કોફી પણ લો બ્લડ પ્રેશરને વધારવામાં મદદ કરી શકે છે. આમ તો કેફીનનુ વધારે પડતુ સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT