બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 25 February 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. હનુમાનજી કળિયુગના પ્રધાન દેવ છે અને આ કળિયુગમાં અજર-અમર છે. માતા સીતાજીએ હનુમાનજીને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જાણો આ રાશિઓ વિશે.
ADVERTISEMENT

મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે. મેષ રાશિના જાતકોના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી.
ADVERTISEMENT
ઉપાય
મેષ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રામના નામના જાપ કરવા જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળે છે.
ADVERTISEMENT
ઉપાય
સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.
.jpg)
ADVERTISEMENT
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વૃશ્ચિક રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળે છે.
ઉપાય
આ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન રામ અને માતા સીતાના નામનો જાપ કરવો જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ.
ADVERTISEMENT
વાંચવા જેવું: ભગવાન શિવ ગળા પર શા માટે પહેરે છે સર્પની માળા? જાણો આ નાગદેવતાનું નામ
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં દરેક કામમાં સફળતા મળે છે. આ લોકોને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો.
ADVERTISEMENT
ઉપાય
કુંભ રાશિના જાતકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.