ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / lockdown paan masala gujarat government

મંજૂરી / ગુજરાતમાં આ જિલ્લાઓમાં પાનના ગલ્લા શરૂ કરવા અને તમાકું વેચવાની છૂટ

Published By: Divyesh

Last Updated: 02:48 PM, 18 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉન 4.0 લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સૂત્રોની માહિતી દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • લોકડાઉન વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય
  • ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ  કરવાનો નિર્ણય
  • કેટલાક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાંક નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે.  ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં તમાકુનું પ્રોડેકટનું વેચાણ કરી શકાશે. 

રાજ્યમાં લોકડાઉન 4.0 હેઠળ સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં પાન પાર્લર શરૂ કરી શકાશે. જેમાં જાહેરમાં તમાકુંનું સેવન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

દેશભરમાં આજથી  કેટલીક છૂટછાટો સાથે 31 મે સુધી 14 દિવસ માટે લોકડાઉન 4 લાગુ થયું. આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે. જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર લઈ નિર્ણય શકાશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. લોકડાઉન -4માં સિનેમા હોલ,શોપિંગ મોલ, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

મહત્વનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મ્યુનિ કમિશ્નર, જિલ્લા અધિકારીઓ અને કલેક્ટર સાથે લૉકડાઉન 4માં કઈ કઈ બાબતોએ કેટલી છૂટછાટ આપી શકાય તે માટે વીડિયો કોન્ફરન્સથી મીટિગનું આયોજન કર્યુ છે. આવામાં જિલ્લાઓને પણ કયા ઝોનમાં રાખવા તેની પણ ફોર્મ્યુલા નક્કી કરી શકાય છે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર એ ચોક્કસ છે કે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન-મસાલા અને ગુટખા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Paan Masala lockdown ગુજરાત પાન સરકાર Paan Masala

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ