બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / location switch off mobile updated feature brought Google
Last Updated: 06:41 PM, 9 April 2024
ગુગલ પર કોઇ પણ માહિતી મળી રહે છે. આંગળીના ટેરવે આ ડિઝિટલ યુગમાં ગૂગલ લોકો માટે મહત્વનું બની ગયું છે. ત્યારે આ ગૂગલ હવે નવું ડીવાઇસ લઇને આવ્યુ છે જેનાથી સ્વીચ ઓફ ફોનનું લોકેશન પણ પલવારમાં મળી રહેશે.
ADVERTISEMENT
Google નવું Find My Device લાગ્યુ છે. જૂના વર્ઝનની સરખામણીમાં આમાં ઘણું અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આ લેટેસ્ટ વર્જનમાં જોઇએ તો એવું કહેવામાં આવ્યું છે કે જો Pixel 8 અને Pixel 8 Pro સ્વિચ ઓફ થઇ ગયો હોય તો પણ તેનું લોકેશન સર્ચ કરી શોધી શકાય છે. આવનારા સમયમાં આ ફીચરને અન્ય ડિવાઈસમાં પણ એક્સપેંડ કરવામાં આવનાર છે.
ADVERTISEMENT
ગૂગલ એ અપગ્રેડેડ Find My Deviceનું નવુ વર્ઝન લઇને આવ્યુ છે. આ વર્ઝનમાં ઘણી મહત્વની બાબતો પણ જોવા મળી છે જે લોકોને ઉપયોગી બની રહેશે. આ નવા અપડેટ સાથે આવ્યુ જેનાથી ઑફલાઇન અથવા સ્વીચ ઑફ ફોન પણ સરળતાથી શોધી શકાય તેવું કહેવાય છે. હાલમાં આ ફીચર અમેરિકા અને કેનેડામાં શરૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં દુનિયાના અન્ય દેશોમાં પણ આ ફિચરને પુરુ પાડવામાં આવશે.
ADVERTISEMENT
Find My Device એ Crowdsourced Network નેટવર્ક પર કામ કરે છે. આ નેટવર્ક ખોવાયેલા અથવા ચોરાયેલા સ્માર્ટફોનને શોધવામાં મદદ કરશે. ગૂગલનું ફાઇન્ડ માય ડિવાઇસ એ એપલના ફાઇન્ડ માય નેટવર્ક બરાબર છે. આ અપગ્રેડ કરેલ Find My Device Android 9 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર કામ કરશે. નવું Find My Device નેટવર્ક યુઝર્સ માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. આ નવીનતમ અપગ્રેડ ઑફલાઇન હોવા છતાં પણ મોબાઇલ અને ટેબલેટ શોધવામાં મદદ કરશે. આ લેટેસ્ટ અપડેટ પછી યુઝર્સ મોબાઈલ ઓફલાઈન રીંગ કરી શકશે અને ગૂગલ મેપ્સ પર તેનું લોકેશન પણ જોઈ શકશે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર નવું ફાઇન્ડ માય ડિવાઈસ મોબાઈલ બંધ કર્યા પછી પણ તેનું લોકેશન શોધવામાં મદદ કરશે. હાલમાં આ ફીચર Pixel 8 અને Pixel 8 Pro પર ઉપલબ્ધ હશે. જો કે, અન્ય બ્રાન્ડના ઉપકરણો સુધી આ સુવિધા ક્યારે પહોંચશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમયરેખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.અપગ્રેડેડ ફાઇન્ડ માય નેટવર્ક નેટવર્ક વપરાશકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વર્ઝનની વાત કરીએ તો જૂનામાં Find My Device સેવા માટે ઇન્ટરનેટની જરૂર પડતી હતી. એટલે કે જો મોબાઈલ કે ટેબલેટ ખોવાઈ ગયુ અને તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય તો તે ડિવાઈસને શોધીને તેને રિંગ કરી શકશે પરંતુ તેમા ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહી હોય તો આ ફીચર કામ કરવાનું નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.