બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પંજાબ નેશનલ બેંકમાં રૂ.2434 કરોડનું લોન ફ્રોડ, SREI ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ

ફ્રોડ / પંજાબ નેશનલ બેંકમાં રૂ.2434 કરોડનું લોન ફ્રોડ, SREI ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ

Published By: Mit Soni

Last Updated: 10:17 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી બેંકમાંથી એક પંજાબ નેશનલ બેંકે આજે કહ્યું છે કે તેને ભારતીય રિઝર્વ બેંકને 2,434 કરોડ રૂપિયાના લોન ફ્રોડનો રિપોર્ટ આપ્યો છે.

દેશની સૌથી મોટી સરકારી બેંકોમાં શામેલ પંજાબ નેશનલ બેંક ફરી એકવાર બેકિંગ સેક્ટરમાં હલચલ મચાવી દીધી છે. બેંકે ભારતીય રિઝર્વ બેંકને 2,434 કરોડ રૂપિયાના લોન ફ્રોડની જાણકારી આપી છે. આ મામલો SREI ગ્રુપની બે કંપનીઓ SREI ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ અને SREI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સાથે જોડાયેલો છે. જેમાં પૂર્વ પ્રમોટર શામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

PNBએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે SREI ઈક્વિપમેટ ફાઈનાન્સ સાથે જોડાયેલું ફ્રોડ લગભગ 1,241 કરોડ જેટલું છે. જ્યારે SREI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સાથે જોડાયેલી રકમ લગભગ 1,193 કરોડ જેટલી થાય છે. ખાસ વાત એ છે કે બેંકે આ બંને મામલામાં સંપૂર્ણ બાકી રકમ માટે 100% પ્રાવોવિઝન પહેલાજ કરી દીધું છે, જેનો અર્થ એ છે કે બેંકના ખાતાઓ પર સીધી અસર થશે નહીં.

vtv app promotion

NCLTના માધ્યમથી થયુ સમાધાન

બંને કંપનીઓનો મામલો કોર્પોરેટ ઈનસોલ્વેંસી રિઝોલ્યુશન પ્રોસેસ દ્વારા નેશનલ લો ટ્રિબ્યૂનલમાં ચલાવામાં આવ્યો છે. બાદમાં આ અંગે સમાધાનની મંજૂરી મળી ગઈ હતી. ઓગસ્ટ 2023માં નેશનલ એસેટ રિકંસ્ટ્રક્શનની યોજનાની મંજૂરી મળ્યા બાદ કંપનીઓના બોર્ડની ફરી રચના કરવામાં આવી.

PNB

પંજાબ નેશનલ બેંક

SREI ગ્રુપે 1989માં ફાઈનાન્સ સેક્ટરમાં એન્ટ્રી મારી હતી. ખાસ કરીને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના ફાઈનાન્સમાં તેમની સારી એવી પકડ હતી. પરંતુ ખોટા નાણાકીય વ્યવહારો અને ભારે ડિફોલ્ટ્સને ઓક્ટોબર 2021માં કંપનીને દેવાનો સામનો કરવો પડ્યો

વધુ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર મામલે ભારતે મોહમ્મદ યુનુસ સરકારને ખખડાવી, આપી કડક પ્રતિક્રિયા

PNBની તાકાત કેવી છે?

PNBએ કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી બેંકનું પ્રોવિઝન 643 કરોડ રૂપિયા રહ્યો. જે પાછળના વર્ષ કરતા વધારે છે. બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો હવે વધીને 96.91 ટકા થઈ ગયો છે. બેંકના એસેટ ક્વોલિટી હિસાબથી સારો સંકેત માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PNB Loan Fraud ₹2434 Crore Fraud Punjab National Bank

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ