બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / live telecast of consecration in ram temple in ayodhya will be held on times square

અયોધ્યા રામ મંદિર / માત્ર ભારત જ નહીં, છેક વિદેશ સુધી વાગશે રામમંદિરનો ડંકો, ટાઇમ્સ સ્ક્વેર ખાતે અભિષેકનું થશે જીવંત પ્રસારણ

Manisha Jogi

Last Updated: 04:54 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વિભિન્ન દેશોમાં ભારતીય દૂતાવાસમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી તમામ તૈયારીઓ પર સતત નજર રાખી રહ્યા છે.

  • 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
  • પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ કરવામાં આવશે
  • અમેરિકામાં થશે લાઈવ પ્રસારણ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટાઈમ્સ સ્ક્વેર પર સીધુ પ્રસારણ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર વિભિન્ન દેશોમાં ભારતીય દૂતાવાસમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી તમામ તૈયારીઓ પર સતત નજર રાખી રહ્યા છે. 

રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્ત 12:29:08 વાગ્યાથી 12:30:32 વાગ્યા સુધી રહેશે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, 250 ફૂટ પહોળુ અને 161 ફૂટ ઊંચુ છે. આ મંદિર ત્રણ માળનું છે, તમામ માળ 20 ફૂટ ઊંચો છે. જ્યાં 392 થાંભલા અને 44 દરવાજા છે. 

વધુ વાંચો: 22મી જાન્યુઆરીએ ડિલિવરી કરાવવા મહિલાઓમાં જોવા મળ્યો ભારે ક્રેઝ

રામલલ્લા મૂર્તિ
કર્ણાટકના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ પાંચ વર્ષીય બાળસ્વરૂપની છે. નવી મૂર્તિ સાથે નાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ